ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટી

ભાવનગર-જેતલસર ટ્રેન વેરાવળ, પોરબંદર સુધી લંબાવવામાં આવશે

Text To Speech
  • પોરબંદર-વેરાવળ ટ્રેનને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવશે

ભાવનગર, 15 ડિસેમ્બર 2023: મુસાફરોની સુવિધા માટે, રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 09568/09565 ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર અને ટ્રેન નંબર 09566/09567 ભાવનગર-જેતલસર ટ્રેનને વેરાવળ સુધી વિસ્તાર કરવા માટે અને ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ વાયા જેતલસર ડાયવર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ તમામ ટ્રેનોની નવી વ્યવસ્થા 16 ડિસેમ્બર, 2023 (શનિવાર) થી પ્રભાવિત થશે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 09566 ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ સવારે 04.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.30 કલાકે વેરાવળ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 09567 વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન વેરાવળથી દરરોજ 14.40 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ 22.05 કલાકે પહોંચશે. આ ટ્રેન જેતલસર અને વેરાવળ વચ્ચે બંને દિશામાં જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના અને ચોરવાડ રોડ સ્ટેશનો પર ઊભી રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતના સંગ્રહાલયોની ઓડિયો ગાઈડ એપ્લીકેશન “મ્યુઝિયમ ઑફ ગુજરાત” લૉન્ચ

2. ટ્રેન નંબર 09565 પોરબંદર-ભાવનગર ટ્રેન પોરબંદરથી દરરોજ સવારે 07.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 14.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 09568 ભાવનગર-પોરબંદર દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ 15.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.10 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જેતલસર અને વેરાવળ વચ્ચે બંને દિશામાં વાંસજાળીયા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા અને ધોરાજી સ્ટેશને ઊભી રહેશે.

3. ટ્રેન નં. 19207 પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ પોરબંદરથી દરરોજ સવારે 05.45 કલાકે ઉપડશે અને સવારે 10.30 કલાકે રાજકોટ પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ દરરોજ રાજકોટથી 16.10 કલાકે ઉપડશે અને 21.20 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન પોરબંદર અને રાજકોટ વચ્ચે બંને દિશામાં રાણાવાવ, તરસઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઊભી રહેશે.

બપોર સુધીના સમાચાર જૂઓ ફટાફટ HD Newsના ટૉપ-10 માં

Back to top button