ભાવનગર : ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો થયો પર્દાફાશ , સ્ટ્રીગ ઓપરેશન હાથ ધરી તબીબને રંગેહાથ ઝડપ્યો


ભાવનગર જિલ્લામાં કુલ-168સોનોગ્રાફી મશીન રજીસ્ટર થયેલ છે. જે પૈકી કોઈ હોસ્પીટલ દ્વારા Sex Determination (જાતીય પરિક્ષણ) કરવામાં આવે છે એવી ફરીયાદ મળતા તે અન્વયે સમાજમાં આવા તબીબો દ્રારા રોકવામાં આવેલ કથીત એજન્ટો પૈકી એક એજન્ટ મારફત રૂ.15,000/- લઇને જાતીય પરીક્ષણ કરી આપશુ તેવી બાતમી મળતા આરોગ્ય તંત્ર દ્રારા સબ ડીસ્ટ્રીકટ એપ્રોપીએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ કચેરી, સિહોરને સ્ટ્રીગ ઓપરેશન માટે હુકમ કરવામાં આવ્યો હતો.
સ્ટીંગ ઓપરેશન હાથ ધરી જાતીય પરીક્ષણ કરતા તબીબને ઝડપ્યો
તેઓ દ્રારા સ્ટ્રીગ ઓપરેશન માટે ડિકોય (ડમી) સગર્ભા બહેન તૈયાર કરવામાં આવી અને ડમી કેસની સાથે નિયત ફી પેટેનાં રૂા.15,000/- ની સુચીત નોટો કે જે નોટોનાં નંબર સાથેનું પુર્વ પંચરોજકામ કરી ડીકોય (ડમી) સગર્ભાને આપવામાં આવેલ હતી.કથીત એજન્ટ દ્રારા ટેલીફોનીક જણાવ્યા અનુસાર અંકિત મેટરનીટી હોમ ખાતેના ડો.પંકજ દોશીને ત્યાં સવારે દસ વાગ્યે આવવા કહ્યું અને એમની નિયત સોનોગ્રાફી ફી ચુકવેલ. તેઓની સોનીગ્રાફી બાદ મજકુર તબીબ દ્રારા ગર્ભમાં બેબી છે અને જો ગર્ભ કાઢાવવો હોય તો પણ રૂ.20,000/- રકમ ચુકવવાથી કરી આપીશુ તેમ કહેલ. આમ, અધિકૃત ટીમ દ્રારા એમની સોનોગ્રાફી થઇ ગયા બાદ અધિકૃત કરેલા અધિકારી અને એમની ટીમ દ્વારા હોસ્પીટલ પહોંચી ડમી કેસ દ્વારા આપવામાં આવેલ નોટો કે એજ નંબર પ્રમાણે રીકવર કરેલ છે.
સોનોગ્રાફી મશીન કબજે કરી તપાસ માટે મોકલાયા, ડોકટર સામે કાયદાકીય કાર્યવાહી
આમ, પીસી એન્ડ પીએનડીટી કાયદા મુજબ ગર્ભનું જાતીય પરીક્ષણ કરવુ ગુન્હો હોય મજકુર તબીબ દ્રારા બાબો-બેબી છે તેમ જણાવેલ હોય કાયદાનો ભંગ કરેલ છે. એમના દ્રારા ઉપયોગમાં લેવાતુ સોનોગ્રાફી મશીન તપાસનીશ અધિકારી અને ટીમ દ્રારા હાજર પંચોની રૂબરૂમાં સીલ કરવામાં આવેલ છે. વધુમાં એમની સી.સી.ટી.વી. સીસ્ટમ ચાલુ રાખવાનું હોવા છતા બંધ હાલતમાં મળી આવેલ હતુ. સી.સી.ટી.વી.નાં ફુટેજ અને હાજર દર્દીનાં પંચ રોજકામ કરી સીલબંધ સોનોગ્રાફી મશીન કબજે કરવામાં આવેલ. જે વધુ તપાસ માટે FSL માં મોકલવામાં આવશે અને PC & PNDT કાયદા હેઠળ નિયમાનુસાર ડોકટર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : સમાન નાગરિક સંહિતા પર મુસ્લિમ ધાર્મિક નેતાઓએ કહ્યું , અમે UCC સ્વીકારીશું નહીં