કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગર: બોરતળાવમાં નાહવા ગયેલા દાદા-પૌત્ર ડૂબ્યા

Text To Speech

ભાવનગરમાં સીદસર ગામના વારિયા વિસ્તારમાં રહેતા દાદા અને પૌત્ર કાળુભાઈ સોલંકી બોરતળાવમાં નાહવા ગયા હતા. ત્યાર બાદ બંને લાપતા થઈ ગયા હતા. અને આજે વહેલી સવારે પૌત્ર કાળુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી લોકોએ સ્થાનિક તરવૈયાઓને બોલાવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવી મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને આધેડના મૃતદેહની શોધખોળ શરુ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બન્નેનાં મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બોરતળાવમાં નાહવા ગયેલા દાદા-પૌત્રનું મોત

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના સીદસર નજીક આવેલા બોરતળાવના સ્ત્રાવ વિસ્તારમાં ગઇકાલે બપોર બાદ સીદસર 25 વારિયા વિસ્તારમાં રહેતા દાદા અને પૌત્ર નાહવા માટે ગયા હતા ત્યાર બાદ બંને લાપતા થઈ ગયા હતા ત્યારે આજે વહેલી સવારે લોકોને પૌત્ર કાળુભાઈ સોલંકીનો મૃતદેહ બોરતળાવમાં તરતો જોવા મળ્યો હતો.જેથી આસપાસના લોકો અહીં દોડી આવ્યા હતા અને જેથી લોકોએ સ્થાનિક તરવૈયાઓને બોલાવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો

જેથી તાત્કાલિક સ્થાનિક આગેવાનો અને તરવૈયાઓ એ જહેમત કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો, તેમજ આધેડના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આધેડના મૃતદેહને પણ શોધખોળ હાથ ધરી બહાર કાઢવામાં આવ્યો હતો. નાહવા માટે ગયેલા દાદા-પૌત્ર બોરતળાવમાં ડૂબી જવાને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

તળાવની ફરતે રેલિંગ નાખવા માટે સ્થાનિકોની માંગ

જાણકારી મુજબ અહીં બોરતળાવના ફરતે રેલિંગ નહીં હોવાથી વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, ત્યારે બોરતળાવનાં સ્ત્રાવ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ સાવચેતીના પગલાં નહીં લેવાતાં વારંવાર આવી ઘટના બનતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. તેમજ તળાવની ફરતે રેલિંગ નાખવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.

આ પણ વાંચો : જાણીતા ગુજરાતી અભિનેતા અને પ્રોડ્યુસર સામે નોંધાઈ ફરિયાદ, યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ

Back to top button