ગુજરાત

પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી મળી “પિતાતુલ્ય” સારવાર

Text To Speech

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના ચણીયાળા ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 11 વર્ષના પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકને જન્મ જાત હૃદયરોગની ખામી હતી. ત્યારે બાળકના કાકા અને પરિવારજનો ચિંતાતુર થઈ ગયા પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ભાવનગરના ઘોઘા તાલુકાના ચણીયાળા ગામના બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી નિ:શુલ્ક સારવાર

હ્યદયરોગથી પીડાતા આ પરિવારની મદદમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરવામાં આવે છે જેમાં બાળકની તમામ સ્વાસ્થ્યને લગતી બાબતો નોંધવામાં આવે છે. જેના આધારે આવાં ગંભીર પ્રકારનો રોગની પણ સારવાર નિ:શુલ્ક કરવામાં આવે છે આ કાર્યક્રમથી અનેક બાળકોની સારવાર શક્ય બની છે.

બાળકનું હૃદયરોગનું વિનામૂલ્યે સફળ ઓપરેશન

આવી જ રીતે ઘોઘા તાલુકાના ચણીયાળા ગામે રહેતો 11 વર્ષનો અનિલ કિશોરભાઇ વાઢેલ નામના બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા તપાસ કરતા બાળકને હૃદયરોગ જણાયો હતો. આ અન્વયે તુરંત જ ભાવનગર ખાતે આવેલ સર ટી. હોસ્પિટલ ખાતે તથા ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે આ બાળકને રીફર કરવામાં આવ્યું હતું. આથી યુ. એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે અનિલનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

વિના મૂલ્યે ઓપરેશન-humdekhengenews

પરિવારે માન્યો આભાર

આમ, વિનામૂલ્યે સફળ ઓપરેશન થતાં બાળકના પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી તેમજ સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આભાર માનેલ હતો.

 આ અધિકારીઓનો મળ્યો સહયોગ

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીપ્રસાદ કુમાર, આર.સી.એચ.ઓ. ડો. કોકિલાબેન સોલંકી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સૂફીયાન લાખાણી, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડો. મુબારક ચોકીયા, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ફાર્માસિસ્ટ વૈશાલી શાહ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ફીમેલ હેલ્થ વર્કર વણીતાબેન જાદવનો સહયોગ મળ્યો હતો.

 આ પણ વાંચો : ભાવનગર : ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો થયો પર્દાફાશ , સ્ટ્રીગ ઓપરેશન હાથ ધરી તબીબને રંગેહાથ ઝડપ્યો

Back to top button