ભાવનગરઃ સફાઈ કર્મીને બચાવવા ગયેલા કોર્પોરેશનના કર્મચારીનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ
ભાવનગરઃ (Bhavnagar)શહેરમાં ડ્રેનેજની સફાઈ માટે ગટરમાં ઉતરેલા કર્મચારી ગૂંગળાઈ જતાં બેભાન થઈ ગયો હતો.(Drainage) જેથી તેને બચાવવા માટે મ્યુનિસિપાલિટીનો સફાઈ કામદાર ગટરમાં ઉતર્યો હતો. આ દરમિયાન તેને પણ ગેસની અસર થતાં તે પણ ગૂંગળાયો હતો. (Sweeper death) બંને જણાને ગટરમાંથી બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. (police) ફાયરના જવાનોએ બંને જણાને રેસ્ક્યૂ કર્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બચાવવા માટે ગયેલા સફાઈ કામદારનું મૃત્યુ નિપજ્યું હતું.
બચાવ માટે ગટરમાં ઉતરેલા રાજુભાઈ વેગડનું મૃત્યુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ પર સ્થિત મરીન રિસર્ચ સેન્ટ્રલ સોલ્ટ એકમની ડ્રેનેજ લાઈનમાં સફાઈ માટે એક કામદાર ગટરમાં ઉતર્યો હતો. ગટરમાં ઝેરી ગેસનું ગળતર થતાં કામદારને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. આ દરમિયાન ત્યાં મ્યુનિસિપાલિટીનો સફાઈ કામદાર તેને બચાવવા માટે ગટરમાં ઉતર્યો હતો ત્યારે તેને પણ ગેસની અસર થતાં બંનેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે બંને જણાનું રેસ્ક્યૂ કર્યું હતું અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બચાવ માટે ગટરમાં ઉતરેલા રાજુભાઈ વેગડનું મૃત્યુ થયું હતું.
સર-ટી. હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. સરટી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં અને જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશ્નર હોસ્પિટલ નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોને સમજાવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં જુગારધામ પર PCB ત્રાટકી, લાખોની રોકડ સાથે 11 જુગારીઓની ધરપકડ