

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. તેમાં પણ ખાસ કરીને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે. દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તો બીજી તરફ હવે વાકયુદ્ધ પણ ચાલી રહ્યા છે. એક પાર્ટી બીજી પાર્ટી પર આરોપ લગાવી અને આકરા પ્રહાર કરી રહી છે. પરંતુ કેટલીક વખત ન કરવાની વાતો અને કોમેન્ટ કરવામાં આવે છે. જે મુશ્કેલી વધારે છે. હાલમાં પણ કંઈ આવું જ થયું છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની મુશ્કેલી વધી છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણ કરવા બદલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતમાં દ્વારકાની મુલાકાત લીધી આ સમયે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેણે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ ભગવાન શ્રીકૃષ્ણના ગીતાના શ્લોક યદા યદા હી ધર્મસ્યનો સંદર્ભ ટાંકયો હતો, જે બાદ ઇટાલીયાએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા હતા. ગોપાલ ઇટાલીયાના આ પ્રકારના નિવેદન બાદ દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના પગલે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં તારીખ 04/09/2002 ના રોજ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ વિવિધ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જો કે બે દિવસ પહેલા પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુરતમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ઉચ્ચાયેલા શબ્દો અંગે ગોપાલ ઈટાલિયા સામે ફરિયાદ દાખલ થઈ છે. એક નિવેદમાં હર્ષ સંઘવીને ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ સંઘવી કહ્યા હતા.
આ પણ વાંચો : Video : મોહાલીમાં મેળામાં ઝૂલો 50 ફૂટથી નીચે પડ્યો, આ દૂર્ઘટનામાં અનેક ઈજાગ્રસ્ત