ભાવનગર: લગ્નનાં માંડવે દુલ્હનનું મોત, જાન પાછી ના જાય તે માટે પરિવારે કર્યું કંઈક આવું
છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે આજે ભાવનગરમાં લગ્નમાં દુલ્હનને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. દુલ્હનને હાર્ટ એટેક આવતા જે ઘરમાંથી દુલ્હનને વળાવવાની હતી તે જ ઘરમાંથી તેની અરથી નીકળવામાં આવી હતી.
લગ્નના માંડવે દુલ્હનનું હાર્ટ એટેકથી મોત
જાણકારી મુજબ ભાવનગર ખાતે સુભાષનગર વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડની એક દીકરી હેતલના લગ્ન થવાના હતા. પરંતુ લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હને અચાનક ચક્કર આવ્યા અને તે ફેરા પહેલા જ ધળી પડી હતી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખડેવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જોહેર કરી હતી. અને તેના મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.
પરિવારે મૃતકની બહેનના લગ્ન કરાવ્યા
લીલા તોરણે દુલ્હનનું મોત થતા પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.જોકે, આવા કપરા સમયમાં પણ માંડવેથી જાન દુલ્હન વગર પાછી ફરે તે માટે દુલ્હનની બહેનના લગ્ન વરરાજા સાથે કરાવવામાં આવ્યા હતા. પરિવારે દુલ્હનની બહેનને વરરજા સાથે પરણાવવાનું નક્કી કરતા જાન વધૂ સાથે જ પરત ફરી હતી.
લગ્ન પ્રસંગમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો
લગ્નમાં દુલ્હનને હાર્ટ એટેક આવતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે લગ્નમાં ગરબા અને ડાન્સ દરમિયાન હાર્ટ એટેકની સંખ્યામાં વધારો થતો જાય છે. પરંતુ આ વખતે લગ્ન પ્રસંગમાં દુલ્હનને હાર્ટ એટેક આવતા લોકોને ભારે આંચકો લાગ્યો છે.
આ પણ વાંચો : જૂનાગઢમાં રસીકરણમાં કૌભાંડ, આ બોલિવૂડ સ્ટાર અને ક્રિકેટરોનાં નામે વેક્સિન સર્ટિફિકેટ્સ બન્યા