કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાવનગર : કલેક્ટર આર.કે.મહેતાની અધ્યક્ષતામાં પૂરક પરીક્ષાની સંકલન બેઠક યોજાઈ

Text To Speech

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસ.એસ.સી ધોરણ – ૧૦ અને એચ.એસ.સી ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા- ૨૦૨૩ આગામી તારીખ ૧૦-૦૭-૨૦૨૩ થી તારીખ ૧૪-૦૭-૨૦૨૩ સુધી સવારના ૧૦:૩૦ કલાક થી સાંજના ૬:૩૦ કલાક દરમિયાન સવાર અને બપોર એમ બે સેશનમાં રાખવામાં આવેલ છે. ધો. ૧૦ માં ૧૭૯ બ્લોકમાં ૭૭૨૩ વિધાર્થીઓ, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૯ બ્લોકમાં ૫૭૧ વિધાર્થીઓ, ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૮ બ્લોકમાં ૨૦૩૦ વિધાર્થીઓ એમ કુલ ૨૭૬ બ્લોકમાં ૨૮ બિલ્ડિંગ ખાતે પરીક્ષા યોજાનાર છે.

ભાવનગર કલેક્ટર બેઠક-humdekhengenews

જિલ્લા શિક્ષણાધિકારીએ  પૂર્ણ થયેલ અને આગામી દિવસોમાં થવાના કામ અંગે જાણકારી આપી

ભાવનગર જિલ્લામાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા યોજાવનાર છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી  એસ.એ.પંડ્યા દ્વારા પરીક્ષા અંગે પૂર્ણ થયેલ અને આગામી દિવસોમાં થવાના કામ અંગે જાણકારી આપવામાં આવી હતી.

ભાવનગર કલેક્ટર બેઠક-humdekhengenews

જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાએ અધિકારીઓને આપી  સૂચના

જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા દ્વારા જરૂરી વ્યવસ્થા સાથે સુચારુ રૂપે પરીક્ષા યોજાય તથા સતર્કતા સાથે નિષ્ઠા દ્વારા કાર્ય સંપૂર્ણ કરવાની સૂચના અધિકારીઓને આપી હતી.આ બેઠકમાં પરીક્ષા સમિતિના પધાધિકારીઓ/સભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : કરુણ ઘટના : અંડરબ્રિજમાં પાણી ભરાતા 108 ફસાઈ, સારવાર ન મળતા મહિલા દર્દીએ ગુમાવ્યો જીવ

Back to top button