ગુજરાતદક્ષિણ ગુજરાત

ભરુચ : ખેડૂત પુત્રી બની પાયલટ, 11 વર્ષની ઉંમરમાં જોયેલુ સપનું આ રીતે કર્યું સાકાર

Text To Speech

જંબુસરના છેવાડાના કિમોજ ગામની ખેડુત પુત્રી ઉર્વશી દુબેએ ધોરણ 6માં આગાસીમાંથી આકાશમાં ઉડતા એરક્રાફ્ટને જોઈને સેવેલુ સપનું આજે સાકાર કર્યું છે. ઉર્વશી અનેક આર્થિક કઠણાઈઓને પાર કરી આજે કોમર્શિયલ પાયલોટ બનીને તેના સપનાને સાકાર કર્યું છે. ઉર્વશીનું કોમર્શિયલ પાયલટનું લાયસન્સ આવતા લોકોએ તેને અભિનંદન આપ્યા હતા.

ખેડૂત પુત્રી પાયલોટ બની સપનું કર્યુ સાકાર

જાણકારી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામના ખેડૂત અશોકભાઈની પુત્રી ઉર્વશીએ નાનપણમાં ધોરણ 6માં અભ્યાસ કરતી વખતે આકાશમાં ઉડતા વિમાનને જોઈ પાયલોટ બની પ્લેન ઉડાવવાનું નક્કી કરી લીધું હતું. ઉર્વશીએ તેના ગામની જ ગુજરાતી શાળામાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. અહી તે શિક્ષકો અને સિનિયરોને પાયલોટ કરવા શુ કરવું તે પૂછી તે આગળ વધી. ઉર્વશી ધોરણ 12 સાયન્સ મેથ્સ સાથે લઈ તે આગળ વધી હતી.

ખેડૂત દીકરી પાયલોટ-humdekhengenews

પરિવારજનોએ આપ્યો સાથ

પાયલોટ બનવા માટે લાખોનો ખર્ચ થાય છે. તેમ છતા ખેડૂત પિતા અને દુબે પરિવારે દીકરીને પાયલોટ બનાવવાનો નીર્ધાર કરી લીધો. જેથી સાથ સહકાર આપતા હતા. જંબુસરથી વડોદરા, ત્યાંથી ઈન્દોર બાદમાં દિલ્હી અને છેલ્લે જમશેદપુરમાં ઉર્વશીનું કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ આવતા આખરે તેનું પાયલટ બનવાનુ સપનું સાકાર થયું છે.

ખેડૂત દીકરી પાયલોટ-humdekhengenews

અનેક કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ ઉર્વશી

ગામના એક સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી ઉર્વશીએ પાયલટ બનવા માટે અનેક કઠિણ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. તેને લોન મેળવવા માટે ખાનગી બેંકોમાં પડેલી હદ વગરની તકલીફો તેમજ કલાકની ફ્લાઈંગ માટે ભરવાના હજારો રૂપિયા અને લાખોની ફી અંગે પણ વેદના વ્યક્ત કરી હતી. સાથે જ તેને આ તકલીફોમાં મદદગાર મળ્યા હોવાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : કેરળના મંદિરમાં ‘રોબોટિક હાથી’ ધાર્મિક વિધિ કરશે, જાણો શું છે તેની વિશેષતા

Back to top button