ભરુચ : રજાની મજા માણવા ગયેલ પરિવાર દરિયામાં ડૂબ્યો ! બાળકો સહિત 5ના મોત
હાલ ગરમીની સીઝન ચાલી રહી છે. જેના કારણે લોકો દરિયાકાંઠે ફરવા માટે જતા હોય છે. ત્યારે ફરવાની મજા કેટલીક વખત ભારે પડી જતી હોય છે. ત્યારે ભરૂચનાં દહેજનાં મુલેર ગામે દરિયાકાંઠે ગયેલા 7 લોકો સાથે પણ કંઈક આવું જ બન્યું છે. આ લોકો માટે દરિયાકાંઠે ફરવાની મજા જીવલેણ સાબિત થઈ છે. ગઈ કાલે દરિયામાં ભરતી આવતા 7 લોકો ડૂબ્યા હતા.
મુલેર ગામે દરિયાકાંઠે મોટી દુર્ઘટના
મળતી માહિતી મુજબ ગઈ કાલે ભરૂચનાં દહેજનાં મુલેર ગામે દરિયાકાંઠે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયામાં ભરતી આવતા બાળકો સહિત 7 લોકો ડુબવાની ઘટના સામે આવી છે. દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા ડુબ્યો હતો. જેમાંથી 4ના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.
એક જ પરિવારના 7 સભ્યો ડૂબ્યા
વાગરા તાલુકાના ગંધાર ગામના 8 લોકો ગઈ કાલે ભરૂચનાં દહેજનાં મુલેર ગામે દરિયાકાંઠે ફરવા ગયા હતા. આ દરમિયાન દરિયામાં ભરતી આવતા પરિવાર તેમાં ડૂબ્યો હતો. જાણકારી મુજબ દરિયામાં ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા 7 થી વધુ લોકો ડૂબ્યા હતા. આ જોઈને સ્થાનિક લોકો તેમને બચાવવા દોડી આવ્યા હતા.અને કેટલાક લોકોને બચાવીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જ્યારે આ ઘટના અંગે વાગરાના MLA અરૂણસિંહ રાણાને જાણ થતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ પોલીસ કાફલો પણ હોસ્પિટલ પર આવી પહોંચ્યો હતો અને આ ઘટનામાં ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા હોવાનું જણાવવામા આવી રહ્યું છે.
આ પણ વાંચો : 2000ની નોટ પર કોનું અને ક્યાંનું ચિત્ર ? નોટ ક્યારે રજૂ કરવામાં આવી