ભરૂચ : જાસૂસી કાંડમાં સૌથી મોટો ખુલાસો, જાણો કેટલી વાર કરી જાસૂસી ?
ભરૂચ જિલ્લા પોલીસના બે પોલીસકર્મી મયુર ખુમાણ અને અશોક સોલંકી વિરુદ્ધ થોડા સમયમાં ફરિયાદ દાખલ થવા જઈ રહી છે ત્યારે અનેક ચોંકાવનરી બાબતો સામે આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ અને ભરૂચ પોલીસની જાસૂસીકાંડના આરોપીઓએ નોકરી પોલીસની કરીને કામ બુટલેગરોનું કરતાં ઝડપાયા હતા.
આ પણ વાંચો : પોલીસ જ પોલીસની જાસૂસ, કયા સુધી ચાલશે આ સિલસિલો!
મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વેલન્સ ટીમમાં ફરજ બજાવતા બે પોલીસકર્મી બુટલેગરો માટે પોતાના જ સાથી પોલીસ અધિકારીઓની જાસૂસી કરાવતા હતા, ત્યારે એ પણ સવાલો થઈ રહ્યા હતા કે આ જાસૂસીકાંડના આરોપીઓને આટલી સત્તા કોને આપી હતી કે તેમના ફોનથી જ કંપનીઓ તેમણે લોકેશન આપી દેતી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ વડા જ્યારથી નિર્લિપ્ત રાય બન્યા છે ત્યારથીજ સમગ્ર ગુજરાતમાં બુટલેગરો પણ ડરી રહ્યા છે ત્યારે આ કોન્સ્ટેબલોએ નિર્લિપ્ત રાય સહિતના અધિકારીઓના લોકેશન બુટલેગરોને આપતા હતા.
કઈ કંપનીમાંથી કેટલા લોકેશન મેળવી જાસૂસી કરી
- વોડાફોન – 530
- જીઓ – 215
- વોડાફોન – 85