ભારતી સિંહ ફરી હોસ્પિટલમાં, રડતા રડતા બોલીઃ મારા બાળકથી દૂર ન કરો
- ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ છે અને તેનો દિકરો ગોલા ઘરે નૈની પાસે છે. ભારતી ગોલાને યાદ કરતા જ રડી પડે છે અને કહે છે પ્લીઝ મને મારા બાળકથી દૂર ન કરો
12 મે, મુંબઈઃ ભારતી સિંહ ફરી એકવાર હોસ્પિટલમાં ભરતી થઈ છે. આ વખતે તેણે ‘ડાન્સ દિવાને’ના શૂટ પરથી જલ્દી નીકળવું પડ્યુ હતું. ભારતી સિંહ રડી પડી અને કહ્યું કે મને મારા બાળકથી દૂર ન કરો. ભારતી સિંહની ગોલ્ડ બ્લેડરની સર્જરી થવાની છે. થોડા દિવસ પહેલા તેના પેટમાં સખત દુખાવો થયો હતો. જેના કારણે તેની હાલક ખરાબ થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ કારણે તેની હાલત ખરાબ થઈ હતી અને હોસ્પિટલમાં જવું પડ્યું હતું. તેના ગોલ્ડ બ્લેડરમાં પથરી છે અને તેનું ઓપરેશન થશે.
ભારતી સિંહ ‘ડાન્સ દિવાને’ના શૂટથી ફ્રી થયા બાદ હોસ્પિટલમાં ભરતી થઈ છે. તેણે પોતાના વીડિયો બ્લોગમાં જણાવ્યું કે તે કેટલા દર્દમાં છે અને કેવી રીતે તડપી રહી છે. જોકે તેને એ વિચારીને રડવું આવી રહ્યું છે કે દિકરો ગોલા તેના વગર કેવી રીતે રહેશે? ભારતી જ્યાં સુધી હોસ્પિટલમાં રહેશે, ત્યાં સુધી ગોલા ઘરે નૈની સાથે રહેશે.
ગોલાને યાદ કરીને રડી પડી
હોસ્પિટલમાં અત્યારે ભારતી સિંહ સાથે તેનો પતિ હર્ષ લિંબાચિયા છે. ભારતીએ કહ્યું કે ડોક્ટર્સે તેને સર્જરીની સલાહ આપી છે. જોકે તે દીકરા ગોલાથી દૂર રહી શકતી નથી, તેથી તે રડી પડે છે. ઉલ્લેખનીય છે કે ભારતીસિંહને ડોક્ટર્સે હેવી પેઈન કિલર્સ પર રાખી હતી. તેણે દવાઓ ખાઈને ‘ડાન્સ દિવાને’ના શૂટની સાથએ ઓરી સાથે પોતાનું પોડકાસ્ટ અને બાકીના વર્ક કમિટમેન્ટ પૂર્ણ કર્યા હતા.
આ પણ વાંચોઃ MLA મિત્રના ઘરે પહોંચેલા અલ્લૂ અર્જુનને જોતા જ ફેન્સ ક્રેઝી, કેમ કરાયો કેસ દાખલ?