ઉત્તર ગુજરાતગુજરાતમધ્ય ગુજરાત

ખેડૂતો સાથે ગેરવર્તુણક થતાં ભારતીય કિસાન સંઘે સોમવારે આપ્યું ગાંધીનગર બંધનું એલાન

Text To Speech

ગુજરાતમાં હાલ ખેડૂતોએ સરકાર સામે આંદોલન તેજ કર્યું કર્યું છે. ભારતીય કિસાન સંઘે આવતી કાલે રાજ્યના પાટનગર ગાંધીનગર બંધનું એલાન આપ્યુ છે. કિસાન સંઘે ગાંધીનગર બંધનું એલાન જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ચાલી રહેલા આંદોલનમાં સરકાર કોઈ જવાબ નહી આપતા બંધનું એલાન આપવામાં આવ્યું છે.

તો બીજી તરફ કિસાન સંઘ દ્વારા અમદાવાદ-ઉદેપુર હાઇવે ચક્કાજામ કરાયો છે. અરવલ્લી-સાબરકાંઠાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજેન્દ્રનગર ચોકડી પર ચક્કાજામ કરાયો છે. ચક્કાજામના પગલે અનેક વાહનો અટવાયા છે. કલાકોના જામ બાદ પોલીસ પહોંચી હતી. ખેડૂતોની પડતર માંગણીઓને લઇ કિસાન સંઘ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આજે રવિવારના રોજ કિસાન સંઘ દ્વારા રાજેન્દ્રનગર ચોકડી પાસે નેશનલ હાઇવે ચક્કાજામના શાંતિપૂર્ણ કાર્યક્રમમાં મોડાસા રૂરલ PSI ચેતનસિંહ એફ.રાઠોડનું કિસાનો સાથે ગેરવર્તુણક વર્તનથી ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઇ છે. જેમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સોમવારનાં રોજ ગાંધીનગર બંધનું એલાન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોના મુદ્દે 11 દિવસથી ધરણાં ચાલુ હોય અને સરકાર મૌન રહે ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ખેડૂતોના ધરણાંનાં 11 માં દિવસે અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કુલકર્ણી આવી પહોંચ્યા છે. ત્યારે ભારતીય કિસાન સંઘે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં વિવિધ આંદોલનનો થતા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

Back to top button