ચાર બેઠકોને લઈને ભાજપ હજુ પણ મૂંઝવણમાં, શાહની બેઠક બાદ પણ કોઈ નિર્ણય નહીં
ભારતીય જનતા પાર્ટીએ 182 બેઠકો માટે પોતાના 178 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધા છે. ત્યારે હજુ ચાર સીટો માટે ભાજપનું કોકડું ગુંચવાયું છે. ત્યારે આ ચાર બેઠક ખેરાલુ, સયાજીગંજ, માણસા,અને ગરબાળા આ બેઠક પર હજુ સુધી ભાજપ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી.
ચાર બેઠકો માટે હજુ ભાજપનું કોકડું ગુંચવાયું
ભાજપમાં ગાંધીનગરની ચાર બેઠકો માટે હજુ જાતિવાદનું કોકડું ઉકેલાયુ નથી. તેમ છત્તા કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકો માટે બધાને ફોન કરીને જાણકારી આપી દેવામાં આવી છે પણ સુધી કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી. આથી હવે કાર્યકરોને પણ ફોન આવ્યાની વાત પર ભરોસો નથી. જેને લઈને આ ચાર બેઠક પર કોણ ઉમેદવારી કરશે તે હજુ પણ નિર્ધારીત થઈ શક્યુ નથી.
આ પણ વાંચો: ચૂંટણી લડવા અંગે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ લીધો મોટો નિર્ણય
બેઠક બાદ પણ સત્તાવાર કોઈ જાહેરાત નહીં
ગતરોજને આ બેઠકોને લઈને ગૃહમંત્રી અમિતશાહની કમલમ ખાતે બેઠક યોજાઈ હતી જે બાદ 16 ઉમેદવારોના નામ જાહેર થઈ જશેની ચર્ચા ચાલી હતી. પણ ટેલિફોનિક જાણ કરવામાં આવી હતીની માહીતી મળી છે પણ તેમ છતાં મોડી રાત સુધી કોઈ ઉમેદવારોના સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યા નથી તેમાયં ચાર બેઠક પર હજુ વિચારણા ચાલી રહી છે.