ગુજરાતચૂંટણી 2022મધ્ય ગુજરાત

ગાંધીનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર થાય તે પહેલા અલ્પેશ ઠાકોરના વિરોધમાં લાગ્યા બેનર

Text To Speech

ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં ભાજપે આ વિધાનસભાની ચૂંટણી માટે કેટલાક નવા ચહેરા ઉતાર્યા છે તેમજ 38 ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખી છે. ત્યારથી રાજકારણ ગરમાયું છે. ત્યારે ભાજપની યાદીમાં અલ્પેશ ઠાકોરની બેઠકની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પણ ચર્ચા મુજબ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ત્યારે આ પહેલા જ ગાંધીનગરમાં કેટલાક લોકોએ અલ્પેશ ઠાકોરના વિરોધમાં બેનરો લગાવ્યા છે.

અલ્પેશ ઠાકોરની વિરોધમાં લાગ્યા બેનર 

ગાંધીનગરમાં અલગ અલગ જગ્યા પર અલ્પેશ ઠાકોરની વિરોધમાં મોટા મોટા બેનર લગાવવામાં આવ્યા છે. બેનરમાં લખવામાં આવ્યુ છે કે ભાવી મુખ્યમંત્રી અલ્પેશ ઠાકોર અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઇ જરૂર નથી, તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજો.’ આ બેનરની સાથે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા તમામ જ્ઞાતીના મતદારો લખવામાં આવ્યુ છે.

ALPESH THAKOR- HUM DEKHENGE NEWS
ચર્ચા મુજબ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે

આ પણ વાંચો:કોંગ્રેસને હરાવવા માટે મેદાનમાં ઉતર્યો હાર્દિક પટેલને, 15 વર્ષથી ભાજપ જીતી શક્યું નથી

ત્યારે આ સીટ પર ઉમેદવારનું નામ જાહેર થાય તે પહેલા જ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવાને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપે આજે જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે આ બેઠક પર શંભુજી ઠાકોરને ટિકિટ આપે તેવી શક્યતા છે. ત્યારથી લઈને ગાંધીનગર દક્ષિણ વિભાગમાં માહોલ ગરમાયું છે. થોડા દિવસ અગાઉ જ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યુ હતુ કે પાર્ટી જ્યાંથી કહશે ત્યાંથી ચૂંટણી લડશે.

Back to top button