ભાજપે ખેરાલુ, માણસા,અને ગરબાળા બેઠક પર જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ


ભારતીય જનાતા પાર્ટીએ ઉમદેવારોની વધુ એક યાદી જાહેર કરી છે. અગાઉ 182 બેઠકો માટે પોતાના 178 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધા હતી. જે બાદ ચાર સીટો માટે ભાજપનું કોકડું ગુંચવાયું હતું. ત્યારે ગૃહમંત્રીની બેઠક બાદ આજે આ ચાર બેઠક માંથી ત્રણ બેઠક પર ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં ખેરાલુ,માણસા,અને ગરબાળા આ બેઠક પર ભાજપ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ત્રણ બેઠકો પર જાહેર કરાયા ઉમેદવાર

આ પણ વાંચો:ગૃહમંત્રીની હાજરીમાં 3 કિમીનો ભવ્ય રોડ શો યોજી CM ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યુ
ભાજપમાં બાકી રહેલી બેઠકો પરથી જાતિવાદનું કોકડું ઉકેલાયુ છે ત્યારે ત્રણ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ખેરાલુ બેઠક પર સરદારસિંહ ચૌધરી ,માણસા બેઠક પર જયંતીભાઈ પટેલ અને ગરબાળા બેઠક પર મહેન્દ્રભાઈ ભાભોરના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર થયા છે અને હજુ એક બેઠક સયાજીગંજ પર ઉમેદવારનુ નામ જાહેર કરવામાં નથી આવ્યુ જે ટુક સમયમાં જાહેર થઈ શકે છે.