ભારતરત્ન સચિન તેંડુલકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ
મુંબઈ: ODI વર્લ્ડ કપ 2023નું આયોજન ભારત કરી રહ્યું છે. આ અંતર્ગત ભારતીય ટીમે ગુરુવારે (2 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે તેની 7મી મેચ રમવાની છે. પરંતુ તે પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા વાનખેડે ખાતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સચિનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
#WATCH महाराष्ट्र: दिग्गज क्रिकेटर सचिन तेंदुलकर के सम्मान में मुंबई के वानखेड़े स्टेडियम में उनकी आदमकद प्रतिमा का अनावरण किया गया।
इस दौरान दिग्गज क्रिकेटर सचिन तेंदुलकर, महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे, BCCI सचिव जय शाह, BCCI उपाध्यक्ष राजीव शुक्ला, NCP प्रमुख और पूर्व… pic.twitter.com/Mp8GRTs7qG
— ANI_HindiNews (@AHindinews) November 1, 2023
વાનખેડેમાં ભારતીય ટીમે બીજો વર્લ્ડ કપ જીત્યો હતો
સચિને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે તેની 200મી ટેસ્ટ મેચ આ મેદાન પર રમી હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી, જેમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઇનિંગ અને 126 રને જીતી લીધી હતી. આ સ્ટેડિયમ સચિન માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં ભારતીય ટીમે તેનો બીજો વર્લ્ડ કપ ટાઈટલ જીત્યો હતો.
2011 ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. તે મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ સાથે સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ પૂરું થયું.
- દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે એક અપંગ ચાહકને મળ્યા હતા અને પોતાનો ઓટોગ્રાફ આપ્યો.
#WATCH मुंबई: दिग्गज क्रिकेटर सचिन तेंदुलकर ने वानखेड़े स्टेडियम में पहुंचने पर एक दिव्यांग प्रशंसक से मिलकर उसे अपना ऑटोग्राफ दिया। pic.twitter.com/stpYvXgQ2A
— ANI_HindiNews (@AHindinews) November 1, 2023
આ સિદ્ધિ મેળવનાર સચિન બીજો ભારતીય
સ્ટેડિયમમાં સ્ટેચ્યુ તરીકે પ્રતિમા લાગનાર સચિન બીજો ભારતીય છે, પ્રથમ સ્ટેચ્યુ ભૂતપૂર્વ ભારતીય તેપ્ટન કર્નલ સીકે નાયડુની છે. તેમની ત્રણ અલગ-અલગ સ્થળોએ સ્થાપિત કરવામાં આવી છે, 1. ઇન્દોરમાં હોલકર સ્ટેડિયમ, 2. નાગપુરમાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમ અને 3. આંધ્ર પ્રદેશમાં YSR સ્ટેડિયમ.
આ પણ વાંચો: ખેડામાં યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં 2049 ખેલાડીઓએ લીધો ભાગ