‘ભારત રત્ન’ અને પદ્મ પુરસ્કારો કઈ ધાતુમાંથી બને છે? અને તેને કોણ બનાવે છે?
અમદાવાદ, 25 ડીસેમ્બર : શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન‘ અથવા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી જેવા પદ્મ પુરસ્કારોમાં આપવામાં આવતા ચંદ્રકો કઈ ધાતુથી બનેલા છે? તે કેટલા મૂલ્યવાન છે? તે કયા કારીગર દ્વારા તૈયાર કરવામાં આવે છે?
માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કોલકાતા ટકશાળ જે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મ શ્રી, પરમવીર ચક્ર તેમજ નાગરિક, સૈન્ય, રમતગમત અને પોલીસ મેડલ તૈયાર કરે છે, તેમજ ટંકશાળમાં 1,2,5,10 રૂપિયાના સિક્કા પણ બનાવવામાં આવે છે.
કોલકાતાની ભારત સરકારની ટકશાળની સ્થાપના વર્ષ 1757માં કરવામાં આવી હતી. તે કલકત્તા ટકશાળ તરીકે પણ ઓળખાતું હતું અને તે એક સમયે મુર્શિદાબાદ ટકશાળના નામથી ચાંદી અને કાંસા જેવી ધાતુના સિક્કાઓ બનાવતા હતા. બ્રિટિશ શાસન દરમિયાન, કોલકાતા ટકશાળ સિક્કાઓ તો બનાવતા જ હતા પરંતુ તે સાથે- સાથે તમામ પ્રકારના મેડલનું પણ નિર્માણ કરતાં હતા, જે આજે પણ ચાલુ છે.
ભારત રત્ન:
પહેલા ભારત રત્ન વિશે વાત કરીએ તો તે પીપલના પાન જેવું દેખાય છે, તે શુદ્ધ તાંબાથી બનેલું હોય છે. તેની લંબાઈ 5.8 સેમી, પહોળાઈ 4.7 સેમી અને જાડાઈ 3.1 મીમી છે. પાંદડા પર ચમકતો સૂર્ય અને કિનારી બંને પ્લેટિનમથી બનેલા હોય છે. તેની નીચે ચાંદીમાં હિન્દીમાં ભારત રત્ન લખેલું છે. જ્યારે પાછળની બાજુએ અશોક સ્તંભની નીચે હિન્દીમાં ‘સત્યમેવ જયતે’ લખેલું છે તે પણ ચાંદીનું બનેલું હોય છે.
પદ્મ વિભૂષણ:
મેડલની ડિઝાઇન ગોળાકાર અને વર્તુળ પર ભૌમિતિક પેટર્ન બનેલી હોય છે, ગોળાકાર ભાગનો વ્યાસ 4.4 સેમી અને જાડાઈ લગભગ 0.6 મીમી છે. આગળની બાજુએ ગોળાકાર આકારમાં કમળનું ફૂલ જડેલું છે જેના પર હિન્દીમાં ‘પદ્મ’ શબ્દ અને કમળની નીચે ‘વિભૂષણ’ શબ્દ ચમકતા કાંસામાં જડાયેલો છે. મેડલની બંને બાજુની તમામ ઉભરેલી લાઈનો ‘વ્હાઈટ ગોલ્ડ’ની બનેલી છે.
પદ્મ ભૂષણ :
પદ્મ ભૂષણની ડિઝાઈન બિલકુલ પદ્મ વિભૂષણ મેડલ જેવી જ છે અને દેખાવમાં પણ સમાન છે. ફરક માત્ર એટલો છે કે પદ્મ ભૂષણની બંને બાજુની તમામ ઉભરેલી લાઈનો સામાન્ય સોનાની બનેલી છે.
પદ્મશ્રી :
પદ્મશ્રીની ડિઝાઇન પણ પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ જેવી જ છે, પરંતુ મેડલની બંને બાજુના તમામ ઊભાર સ્ટેનલેસ સ્ટીલના બનેલા છે. ટકશાળના ખૂબ જ કુશળ કારીગરોની મહિનાઓ સુધી દિવસ-રાત મહેનત સાથે આ ચંદ્રકો તૈયાર કરે છે.
આ પણ વાંચો : આ નાના દરિયાઈ જીવ પાસે છે એન્ટાર્કટિકાના પીગળવાનું રહસ્ય…