અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે 99મી જન્મજયંતી

  • દેશભરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીની સુશાસન દિવસ તરીકે ઉજવણી
  • પ્રમુખ દ્રૌપદી મૂર્મું, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, 25 ડિસેમ્બર : ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 99મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. જન્મજયંતી નિમિતે પ્રમુખ દ્રૌપદી મૂર્મું, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશભરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીને સુશાસન દિવસ(Good Governance Day) તરીકે ઉજવવામાં આવે છે. જેને પગલે બીજેપી હેડક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

 

આગામી વર્ષ 2024માં તેમની જન્મશતાબ્દી પહેલા આ વર્ષ ખૂબ જ ખાસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે “સદૈવ અટલ સ્મારક” પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ઘણા વરિષ્ઠ નેતાઓ પણ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ માટે અટલ સ્મારકને શણગારવામાં આવ્યું છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 

અટલ બિહારી વાજપેયીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે ખાસ

અટલ બિહારી વાજપેયીજીની દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારિકા પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા સ્મારક સ્થળ પર પહોંચે તેવી અપેક્ષા છે. સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપ્યા બાદ, અટલ જયંતિ પણ વિશેષ છે કારણ કે તે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના નિવેદનને પડઘો પાડે છે કે એક દેશમાં બે બંધારણ, બે વડા અને બે નિશાન ન હોવા જોઈએ. જેનું સપનું જોયું. જે સ્વપ્ન સાકાર થઈને હવે તે પૂર્ણ થયું છે.

અટલ બિહારી વાજપેયી ત્રણ વખત રહી ચૂક્યા છે દેશના વડાપ્રધાન

અટલ બિહારી વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. સૌથી પહેલા તેઓ 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. બહુમતી સાબિત ન કરી શકવાના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. તેઓ 1998માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. સાથી પક્ષો દ્વારા સમર્થન પાછું ખેંચવાને કારણે, 1999માં 13 મહિના પછી ફરીથી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. 13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. આ વખતે તેમણે 2004 સુધીનો કાર્યકાળ પૂરો કર્યો.

તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઘરે જઈને ભારત રત્નનું સન્માન આપ્યું

અટલ બિહારી વાજપેયી દેશના એવા નેતાઓમાંના એક હતા જેમને પાર્ટી સર્કલની બહાર દરેક વ્યક્તિ તરફથી સન્માન મળતું હતું. ડિસેમ્બર 2014માં અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. માર્ચ 2015માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રોટોકોલ તોડીને અટલજીના ઘરે જઈને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. અટલ બિહારી વાજપેયીનું અવસાન 16 ઓગસ્ટ 2018ના રોજ નવી દિલ્હીમાં થયું હતું.

આ પણ જુઓ :ગીતા એકમાત્ર ગ્રંથ જેની જન્મજયંતી ઉજવાય છે, જાણો તેનું મહત્ત્વ 

Back to top button