ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બે દિવસના વિરામ બાદ જલપાઈગુડીથી ફરી શરુ થઈ ભારત જોડો ન્યાય યાત્રા

Text To Speech
  • રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા બે દિવસના વિરામ બાદ આજે ફરી પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાંથી શરુ કરવામાં આવી છે

પશ્ચિમ બંગાળ, 28 જાન્યુઆરી: ભારત જોડો ન્યાય યાત્રા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહી છે. પશ્વિમ બંગાળના જલપાઈગુડીમાં બે દિવસ વિરામ લીધા બાદ આજે ફરી ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીએ શરુ કરી છે. ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાંથી પસાર થઈ રહી છે. આગળ જતાં રાહુલ ગાંધી સિલીગુડીમાં જાહેર સભા કરશે. જો કે, જાહેર સભા માટે કોઈ વહીવટી પરવાનગી નથી.

 

આ યાત્રા 14 જાન્યુઆરીએ શરૂ થઈ હતી

આ યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી. આ યાત્રા ગુરુવારે સવારે નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને આસામ થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. જોકે, બંગાળ પહોંચ્યા બાદ ભારત જોડો ન્યાય યાત્રાને વિરામ આપવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી નવી દિલ્હી પરત ફર્યા હતા, ત્યાર બાદ આજે ફરી રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રાને શરુ કરવામાં આવી છે.

સિલીગુડીમાં રાહુલ ગાંધી સભાને સંબોધશે

બે દિવસના વિરામ બાદ ફરી ભારત જોડો ન્યાય યાત્રાને શરુ કરવામાં આવી છે. જલપાઈગુડીથી ભારત જોડો ન્યાય યાત્રા નિકળી છે. યાત્રા જલપાઈગુડીના વિવિધ વિસ્તારોમાં થઈને સિલીગુડી પહોંચશે. સિલીગુડીમાં રાહુલ ગાંધી થાણા મોરથી એર વ્યૂ મોર સુધી કૂચ કરશે અને પછી ત્યાં જાહેર સભા કરશે. જોકે, જાહેર સભાને વહીવટી તંત્રની પરવાનગી મળી નથી. જાહેર સભા બાદ યાત્રા ઉત્તર દિનાજપુર જિલ્લાના સોનાપુર તરફ આગળ વધશે, ત્યાર બાદ ત્યાં જ રાત્રી રોકાણ કરશે.

આ પણ વાંચો: બિહારમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે લાલુ યાદવના સંતાનોએ આપી પ્રતિક્રિયા, શું કહ્યું?

Back to top button