રાજસ્થાનમાં ભજનલાલ શર્માની નવી સરકારે શપથ લીધા
- રાજસ્થાનને મળ્યા 25 વર્ષ પછી નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા
- દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
- PM મોદી, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ આપી હાજરી
જયપુર, 15 ડિસેમ્બર: રાજસ્થાનમાં 3 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપે બહુમતીથી જીત મેળવી હતી. 12 ડિસેમ્બરે રાજસ્થાનના મુખ્યમંત્રીના નામ સાથે બે ઉપમુખ્યમંત્રીના નામની જાહેરાત કરતાંની સાથે રાજસ્થાનને 25 વર્ષ બાદ રાજનીતિમાં પેઢીગત પરિવર્તન જોવા મળ્યું હતું. ત્યારે આજે રાજસ્થાનના જયપુરના ઐતિહાસિક આલ્બર્ટ હોલના પ્રાંગણમાં લાખો લોકોની વચ્ચે મુખ્યમંત્રી તેમજ બંને ઉપમુખ્યમંત્રીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.
ભજનલાલ શર્મા રાજસ્થાનના 14મા મુખ્યમંત્રી બન્યા
भाजपा नेता भजनलाल शर्मा ने राजस्थान के मुख्यमंत्री पद की शपथ ली। pic.twitter.com/gI4MF1ifYt
— ANI_HindiNews (@AHindinews) December 15, 2023
ભાજપમાં એક સામાન્ય કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર ભજનલાલ શર્મા પોતાના 55માં જન્મદિવસે રાજસ્થાનના 14મા મુખ્યમંત્રી બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જયપુરના ઐતિહાસિક આલ્બર્ટ હોલમાં લાખો લોકોની વચ્ચે રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.
#WATCH भाजपा नेता दीया कुमारी ने राजस्थान की उपमुख्यमंत्री पद की शपथ ली। pic.twitter.com/OD4fdIWyOv
— ANI_HindiNews (@AHindinews) December 15, 2023
#WATCH भाजपा नेता प्रेम चंद बैरवा ने राजस्थान के उपमुख्यमंत्री पद की शपथ ली। pic.twitter.com/tA3GTrC5iD
— ANI_HindiNews (@AHindinews) December 15, 2023
ભજનલાલ શર્માની સાથે તેમના બે નાયબ મુખ્ય પ્રધાનો દિયા કુમારી અને ડૉ. પ્રેમચંદ બૈરવાએ પણ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સાથે રાજસ્થાનની રાજનીતિમાં છેલ્લા 25 વર્ષથી ચાલી આવેલા અશોક ગેહલોત અને વસુંધરા રાજેના મુખ્યમંત્રી બનવાના યુગનો અંત આવ્યો હતો.
આ પણ વાંચો: રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા, જાણો તેમની પ્રોફાઈલ
શપથ ગ્રહણમાં વડાપ્રધાન પણ હાજર રહ્યા
શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. લગભગ 12:45 વાગ્યે પીએમ મોદીની હાજરીમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ લગભગ 15 મિનિટ સુધી ચાલ્યો અને તે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા અને નાયબ મુખ્ય પ્રધાનો દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ હાથ જોડીને ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું.
25 વર્ષ પછી પેઢીગત પરિવર્તન જોવા મળ્યું
રાજસ્થાન માટે આ મહત્વની ક્ષણ હતી. કારણ કે રાજસ્થાનના લોકો 1998થી અત્યાર સુધી અશોક ગેહલોત અને વસુંધરા રાજેને એક પછી એક મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યા હતા. એટલે કે લગભગ 25 વર્ષ પછી રાજસ્થાનની રાજનીતિમાં પેઢીગત પરિવર્તન જોવા મળ્યું.
શપથ ગ્રહણમાં અનેક નેતાઓ હાજર રહ્યા
દેશભરના ઋષિ-મુનિઓને એક મંચ પર બેસાડવામાં આવ્યા છે. બીજા મંચ પર દેશના ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, વસુંધરા રાજે અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ત્રીજો મંચ શપથ લેવા માટે બનાવવામાં આવ્યો હતો. આ મંચ પર વડાપ્રધાન મોદી, રાજ્યપાલ અને શપથ લેનારા ત્રણેય નેતાઓ બેઠા હતા.
ગેહલોત, ગજેન્દ્ર અને વસુંધરા સાથે બેઠેલા જોવા મળ્યા હતા
પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, વસુંધરા રાજે અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મંચ પર એકસાથે બેઠેલા જોવા મળ્યા હતા. રાજકીય રીતે, ત્રણેય નેતાઓ એકબીજાના કટ્ટર હરીફ ગણાય છે. અશોક ગેહલોતે ગજેન્દ્ર સિંહ શેખાવત પર સંજીવની કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ ગેહલોત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. પરંતુ બંને નેતાઓ મંચ પર એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર હતા અને ત્રણેય નેતાઓ વાચચીત કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: રાજસ્થાનઃ બે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા?