ગુજરાતચૂંટણી 2022

ઉમરગામમાં ભગવંત માનના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી માટે હાલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતમાં મેદાનમાં ઉતર્યા છે. પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. સૌપ્રથમ તેઓએ ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલના સમર્થનમાં ઉમરગામમાં એક રોડ શો યોજ્યો હતો.

arvind kejriwal and bhagwant mann

ઉલ્લેખનિય છે કે ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલ 2017માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. અને આ વખતે તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉમરગામ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. આથી અશોકભાઈ પટેલના ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉમરગામમાં રોડ શોમાં પહોંચ્યા હતા. તેમના રોડ શોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવાર અશોક પટેલ પણ જોડાયા હતા. જોકે ભગવંત માનના રોડ શો દરમ્યાન અને ભગવંત માનના  સંબોધન વખતે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવ્યા. જેને કારણે થોડા સમય સુધી વાતાવરણ ગરમાયું હતું. જોકે ફરજ પર તૈનાત  પોલીસકર્મીઓએ મોદી મોદીના નારા લગાવતા ભાજપના કાર્યકર્તાઓને દૂર કર્યા હતા.

arvind kejriwal and bhagwant mann

ઉમરગામમાં પોતાના સંબોધન વખતે પણ ભાજપના કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવતા ભગવંત માને પણ ભાજપના કાર્યકર્તાઓ પર ટિપ્પણી કરી હતી. આમ આદમી પાર્ટીના ઉમરગામમાં યોજાયેલા રોડ શોમાં ભગવંત માને ઉપસ્થિત લોકોને આ વખતે બદલાવ માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સમર્થન કરવા અને ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલને વિજય અપાવવા માટે લોકોને અપીલ કરી હતી.

આ પણ વાંચો : સીસીટીવી કેમેરા, પેનડ્રાઈવ, મોબાઈલ ચાર્જર… ગુજરાત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો માટે રસપ્રદ ચૂંટણી નિશાન

Back to top button