ટ્રેન્ડિંગનેશનલ

કંગના રનૌતને મહિલા કોન્સ્ટેબલે મારેલી થપ્પડ પર પહેલીવાર બોલ્યા ભગવંત માન, કહ્યું…

Text To Speech
  • 6 જૂને બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પર ચંદીગઢ એરપોર્ટ પર હુમલો થયો હતો. કંગનાને મહિલા CISF કોન્સ્ટેબલે થપ્પડ મારી હતી. હવે પંજાબના સીએમ ભગવંત માને આ મુદ્દે નિવેદન આપ્યું છે

પંજાબ, 10 જૂન: અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા ગાર્ડે થપ્પડ મારી હતી. ગાર્ડે કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનને લઈને કંગનાના નિવેદનથી તે દુઃખી થઈ છે. કંગના સાથેની આ ઘટના બાદ ઘણા લોકોએ તેની તરફેણમાં અને વિરુદ્ધમાં નિવેદનો આપ્યા હતા. હવે આ સમગ્ર ઘટનાના લગભગ 4 દિવસ બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને આ મુદ્દે નિવેદન આપ્યું છે. ભગવંત માને કહ્યું છે કે, ‘CISF કોન્સ્ટેબલના દિલમાં ગુસ્સો હતો.’

એ ગુસ્સો હતો: ભગવંત માન

કંગના રનૌત અને CISF કોન્સ્ટેબલ વચ્ચેની ઘટના પર પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે તે ગુસ્સો હતો. કંગના રનૌતે અગાઉ પણ કંઈક કહ્યું હતું અને તેના માટે CISF કોન્સ્ટેબલના દિલમાં આ વાતને લઈને ગુસ્સો હતો. આવું ન થવું જોઈતું હતું.’ ભગવંત માને કહ્યું કે, ‘એક સાર્વજનિક વ્યક્તિ, ફિલ્મ સ્ટાર અને ચૂંટાયેલા સાંસદ હોવા છતાં, કંગના દ્વારા કહેવામાં આવ્યું કે આખું પંજાબ આતંકવાદી છે તે ખોટું છે.’

 

કેવી રીતે બની સમગ્ર ઘટના?

કંગનાને થપ્પડ મારનાર CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે કહ્યું હતું કે કંગના રનૌતે ખેડૂતોના વિરોધ પર બેઠેલી મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ કારણથી તે કંગનાથી નારાજ છે. આ ઘટના 6 જૂને બપોરે 3.30 વાગ્યે બની હતી. કંગના ચંદીગઢથી દિલ્હી જવા માટે એરપોર્ટ પહોંચી હતી અહીં સુરક્ષા તપાસ દરમિયાન CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે કંગના રનૌતને થપ્પડ મારી હતી.

આ પણ વાંચો: મેં મોદી સરકાર છોડવાની વાત કરી જ નથી: કેરળના સાંસદ સુરેશ ગોપીની સ્પષ્ટતા

Back to top button