ભાદરવી મહા કુંભ : તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ લઈને અપાયો આખરી ઓપ
પાલનપુર : કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ અંબાજીમાં 5 મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિરના વહીવટીહોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ ગુજરાત અને દેશભરના માઇભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે ચાલુ સાલે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડવાની ધારણા છે ત્યારે દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. જેની જાણકારી આપતાં જિલ્લા કલેકટરએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું કે બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ દેશભરના માઇભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા બનાસકાંઠા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
યાત્રિકોની દર્શન માટેની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ દર્શનાર્થીઓ સરળતાથી માં અંબા ના દર્શન કરી શકે એ માટે બસ સ્ટેશનથી દર્શન માર્ગનું નિર્માણ કરાયું છે. યાત્રિકોના માલસામાન સુરક્ષિત રીતે સચવાય એ માટે લગેજ કેન્દ્રની વ્યવસ્થા ઉભી કરાઇ છે. અંબાજી આવતા રથો સંઘો લાઈન દ્વારા દર્શન માટે પહોંચવા શક્તિગેટથી એન્ટ્રી આપવામાં આવશે. વડીલો, વૃધ્ધો અને દિવ્યાંગજનો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે. શક્તિ ગેટની પાસેના 7, 8 અને 9 નંબરના ગેટ એક્ઝિટ માટે જ્યારે ગેટ નંબર 6 ઇમરજન્સીમાં ઉપયોગમાં માટે રાખવામાં આવ્યો છે.
દર્શનના સમયમાં વધારો
યાત્રિકો વહેલી સવારે આરતી અને દર્શનનો લ્હાવો લઈ શકે એ માટે મંદિર બ્રહ્મ મુર્હતમાં સવારે 5 કલાકે ખોલવામાં આવશે. આરતીનો સમય સવારે 5.30 કલાક કરવામાં આવ્યો છે. આમ સવારમાં દર્શનનો સમય એક કલાક વહેલો કરાયો છે. સાંજે સામાન્ય રીતે સમય 4.30 થી સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહેતુ હોય છે એ મેળા દરમિયાનમાં સાંજે-5.30 થી 7 વાગ્યા સુધી જ બંધ રહેશે. આમ સાંજે પણ એક કલાક દર્શનના સમયમાં વધારો કરાયો છે. મંદિર રાત્રે-12.00 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે.
સુવિધાઓ
- 12 પ્રસાદ કેન્દ્રો પર
- 3,60,000 કિલોગ્રામ
- પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે.
- ફરાળી ચીકીના પ્રસાદના 3 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
- વેબકાસ્ટિંગ થકી મેળાનું જીવંત પ્રસારણ
- યાત્રિકોને 3 જગ્યાએ વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા
લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા..
1. દિવાળી બા ભવન,
2.ગબ્બર તળેટી
3.અંબિકા ભોજનલય
4. આરોગ્ય સુવિધા માટે 38 કેન્દ્રો કાર્યરત
5.24 જેટલા સારવાર કેન્દ્રો
6. 6 સ્પેશિયાલિસ્ટ ડોકટર
7. 256 જેટલાં આરોગ્ય કર્મીઓ તૈનાત
8. 16 એમ્બ્યુલન્સ વાન ૨૪ કલાક
9. ફૂડ પોઈઝનિંગ જેવી ઇમરજન્સી સર્જાય તો પાલનપુર, હિંમતનગર, વડનગર, અને ધારપુર હોસ્પિટલમાં સ્પે. બેડની સુવિધાઓ
10. એસ.ટી. તંત્રના 4 વિભાગો 700 ટ્રીપ દોડાવશે
11. એસ.ટી. તંત્રના 4 વિભાગો દ્વારા 700 થી વધુ ટ્રીપનું આયોજન
12. 45 પાણીના ટેન્કર દ્વારા સતત પાણીનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા
13.સેવા કેમ્પો ખાતે અને અંબાજી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
14.અંબાજીથી ત્રણ કિ.મી.ના અંતરે પાર્કિગની સુવિધા
15.અંબાજીથી ત્રણ કિલોમીટરના અંતરે પાર્કિગ પ્લોટની સુવિધા
16. કુલ- 21 પાર્કિંગ પ્લોટ
17. 172 ટોયલેટ યુનિટ
18. 29 જેટલી સમિતિઓ બનાવાઇ.
પદયાત્રી સંઘો માટે પ્રથમવાર ઓનલાઈન રજીસ્ટ્રેશની વ્યવસ્થા કરાઇ
1. અત્યાર સુધી 2326 પદયાત્રી સંઘોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.
2.સંઘોમાં વધુમાં વધુ 4 વાહનોને પાસ અપાય છે.
3. હદાડ એન્ટ્રી ગેટ પાસે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પાસની સુવિધા
4. 7000 સંઘોના વાહન પાસ ઇસ્યુ કરાયા છે.
પાંચ હજાર પોલીસ કર્મીઓ ચાંપતી નજર રાખશે
મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે પોલીસ અધિક્ષકશ અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે,
- 500 થી વધુ પોઇન્ટ
- 5 હજાર પોલીસકર્મીઓ
- 325 સી.સી.ટી.વી. કેમેરા,
- 10 પી.ટી.ઝેડ કેમેરા,
- 48 બોડી વોર્ન કેમેરા,
- 35 ખાનગી કેમેરામેન,
- 13 વોચ ટાવર
- 48 પોલીસ સહાયતા કેન્દ્ર
- 22 પાર્કિંગ પ્લોટ પર લગેજ=
- સ્કેનર
- 252 વોકિટોકીની વ્યવસ્થા
- 18 સ્ટેસ્ટીટિક્સ ટીમ અને
ઘોડેસવાર જવાનો
1. 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ મેળવી શકાશે.
2.બાળકો ખોવાયાના કિસ્સામાં * * RFID રેડિયો ફ્રિકવનસી આઇડેન્ટિટીફિકેશન દ્વારા એક QR કોડ સિસ્ટમ જનરેટ કરાઈ.જેથી મેળામાં વિખુટા પડી ગયેલા કે ખોવાઈ ગયેલા બાળકોને સરળતાથી ટ્રેસ કરી શોધી શકાશે. 3. અસામાજિક તત્વોનો ડેટા એનાલીસીસ કરી અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા આગોતરા પગલાં
દર્શનાર્થીઓ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નવું નજરાણું
- આ વખતે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નવું નજરાણું પ્રસ્તુત કરવામાં આવ્યું છે.જે અંતર્ગત યાત્રાધામ અને પ્રવાસન વિકાસ બોર્ડ દ્વારા 5 લોકેશન પર ડોમ બનવવામાં આવ્યા છે જેમાં રોજ રાત્રે 3 જેટલાં શો યોજવામાં આવશે.
- 700 જેટલાં સફાઈ કર્મચારીઓ મેળામાં સફાઈ જાળવવાની કામગીરીમાં સેવા આપશે