ટ્રેન્ડિંગધર્મ

રક્ષાબંધન પર ફરી ભદ્રાની છાયા, જાણો ક્યારે બાંધશો ભાઈના હાથમાં રાખડી?

  • આ વર્ષે પણ રક્ષાબંધન પર ભદ્રાનો સાયો રહેશે. જાણો રાખડી બાંધવા માટે કયું મુહૂર્ત ઉત્તમ છે અને ભદ્રાનો સમય શું છે? કોણ છે ભદ્રા?

HD ન્યુઝ ડેસ્કઃ શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ, 2024ને સોમવારથી શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનો શરૂ થાય અને તહેવારોની મોસમ આવે છે. હવે 19 ઓગસ્ટના રોજ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ભાઈ-બહેનને આ દિવસે શિવજીના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થસે. જોકે આ વર્ષે પણ રક્ષાબંધન પર ભદ્રાનો સાયો રહેશે. જાણો રાખડી બાંધવા માટે કયું મુહૂર્ત ઉત્તમ છે અને ભદ્રાનો સમય શું છે?

શ્રાવણ પૂર્ણિમા ક્યારે?

આ વર્ષે શ્રાવણી પૂર્ણિમાની તિથિ 19 ઓગસ્ટે વહેલી સવારે 3 વાગ્યાથી શરૂ થશે અને એજ દિવસે રાતે 11.55 વાગ્યે સમાપ્ત થશે.

રક્ષાબંધન પર અનેક દુર્લભ સંયોગ

આ વખતે રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. રક્ષાબંધન પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે. શોભન યોગ આખો દિવસ રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5.53 થી 8.10 સુધી રહેશે અને રવિ યોગ સવારે 5.53થી 8.10 સુધી રહેશે. સોમવારના દિવસે શ્રવણ નક્ષત્ર પણ છે, જે આ દિવસને વધુ શુભ બનાવે છે.

રક્ષાબંધન પર ફરી ભદ્રાની છાયા, જાણો ક્યારે બાંધશો ભાઈના હાથમાં રાખડી? hum dekhenge news

રક્ષાબંધન પર ભદ્રાનો સાયો

2024માં પણ રક્ષાબંધન પર ભદ્રાનો સાયો રહેશે. તે સવારે 5.53 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1.32 સુધી રહેશે. ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે. ભદ્રાકાળમાં રાખડી બાંધવી યોગ્ય માનવામાં આવતું નથી. 19 ઓગસ્ટના રોજ બપોરે 1.32 મિનિટ બાદ ભાઈના કાંડે રાખડી બાંધી શકાશે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રાકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. રક્ષાબંધનના દિવસે સાંજે પંચક છે. તેનો સમય સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે 5.53 સુધીનો છે.

તો રાખડી બાંધવાનો સર્વશ્રેષ્ઠ સમય કયો?

19મી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય 1.30થી 9.08 સુધીનો છે. રાખડી બાંધવા માટે 7.38 કલાકનો સમય મળશે. બપોરે 2.07થી લઈને રાતે 8.20 વાગ્યા સુધઈ ચલ-લાભ-અમૃત-ચલ ચોઘડિયા છે. બપોરે 1.48થી 4.22 સુધી રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. સાંજે 6.57થી રાતે 9.10ની વચ્ચે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બની રહ્યું છે.

ભદ્રાકાળમાં રાખડી કેમ ન બાંધવી જોઈએ?

ધાર્મિક ગ્રંથો અનુસાર રક્ષાબંધનનો તહેવાર ભદ્રા કાળમાં ન ઉજવવો જોઈએ. એક ધાર્મિક માન્યતા છે કે ભદ્રા કાળમાં રાખડી બાંધવી શુભ નથી. દંતકથા અનુસાર, ભદ્રાકાળ દરમિયાન લંકાના શાસક રાવણને તેની બહેને આ સમય દરમિયાન રાખડી બાંધી હતી, તો તેનો ભગવાન રામના હાથે વધ થયો હતો. આ કારણથી ભદ્રા કાળમાં ક્યારેય રાખડી બાંધવામાં આવતી નથી.

રક્ષાબંધન પર ફરી ભદ્રાની છાયા, જાણો ક્યારે બાંધશો ભાઈના હાથમાં રાખડી? hum dekhenge news

કોણ છે ભદ્રા? કેમ છે શુભ કાર્યો વર્જિત?

ભદ્રા શનિદેવની બહેન છે અને ક્રૂર સ્વભાવની છે. જ્યોતિષ શાસ્ત્રમાં ભદ્રાને વિશેષ કાળ કહેવામાં આવે છે. તમામ જ્યોતિષીઓ સલાહ આપે છે કે ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ. શુભ કાર્યો જેવા કે વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ, રક્ષાબંધન પર રાખડી બાંધવી વગેરે. સરળ શબ્દોમાં કહીએ તો ભદ્રા કાળ અશુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે સૂર્ય દેવ અને છાયાની પુત્રી ભદ્રાનો દેખાવ ખૂબ જ ડરામણો છે. આ કારણે સૂર્ય ભગવાન ભદ્રાના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત હતા. ભદ્રા શુભ કાર્યોમાં વિઘ્ન કરતી હતી અને યજ્ઞો કરવા દેતી ન હતી. ભદ્રાના આવા સ્વભાવથી ચિંતિત થઈને સૂર્યદેવે બ્રહ્મા પાસે માર્ગદર્શન માંગ્યું હતું.

તે સમયે બ્રહ્માજીએ ભદ્રાને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તારા કાળમાં કોઈ શુભ કાર્ય કરે છે તો તું તેમા બાધા નાંખી શકે છે, પરંતુ જે લોકો તારો કાળ છોડીને શુભ કાર્ય કરે છે અને તારું સન્માન કરે છે તેના કામમાં તું વિઘ્ન નહીં નાંખી શકે. આ કારણે ભદ્રા કાળમાં શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. ભદ્રા કાળમાં પૂજા, જપ, ધ્યાન વગેરે કરી શકાય છે.

આ પણ વાંચોઃ સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી 15 દિવસ આ રાશિઓને મળશે ગોલ્ડન લક

Back to top button