ટ્રેન્ડિંગધર્મ
ભાદરવી પૂનમના દિવસે કરો આ ઉપાયઃ પિતૃઓની સાથે મળશે લક્ષ્મીજીની કૃપા
- ભાદરવાની પૂનમનું એટલે પણ વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસથી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ કર્મ શરૂ થાય છે. હિંદુ ધર્મમાં પૂનમની તિથિ દેવી લક્ષ્મી સાથે જોડાયેલી છે
29 સપ્ટેમ્બર એટલે કે આજે ભાદરવી પૂનમ છે. આ તિથિનું એટલે પણ વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસથી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ કર્મ શરૂ થાય છે. હિંદુ ધર્મમાં ભાદરવાની પૂનમનું ખાસ મહત્વ છે કારણ કે આ તિથિ દેવી લક્ષ્મી સાથે જોડાયેલી છે. આજના દિવસે કેટલાક ખાસ ઉપાયો અજમાવવાથી વ્યક્તિને દેવી લક્ષ્મીની અસીમ કૃપા મળે છે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
- ભાદરવી પૂનમના દિવસે અગસ્ત્ય મુનિનું ધ્યાન કરવુ જોઇએ. સાથે સાથે નજીકની નદી કે તળાવમાં સ્નાન કરવુ જોઇએ. ત્યારબાદ પાંચ અંજલી જળ સુર્ય અને અગસ્ત્ય મુનિને અર્પિત કરવુ જોઇએ. પિતૃ પક્ષ પૂનમના દિવસે અગસ્ત્ય મુનિના તર્પણ પછી જ શરૂ થાય છે. આમ કરવાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂર્ણિમા તિથિનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે અને માતા લક્ષ્મી પૂનમના દિવસે જ પીપળના ઝાડ પર આવે છે. તેથી આ શુભ દિવસે પીપળાને જળ મિશ્રિત દુધ ચઢાવો. ત્યારબાદ ધૂપ, દીપક અને ફૂલ ચઢાવો. આ પછી દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે પીપળના ઝાડની આસપાસ ફરો.આમ કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
- ભાદરવાની પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને કેસરવાળી ખીર અર્પણ કરો. આ પછી 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને ખીર ખવડાવો. ભોજન કરાવ્યા પછી, તેમને દાન આપો અને પછી તેમના આશીર્વાદ લો. આ પછી, ઘરની સૌથી મોટી સ્ત્રીને ખીરનો પ્રસાદ આપો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને દેવાથી મુક્તિ મળે છે.
- ભાદરવાની પૂનમના દિવસે લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપાની સાથે પિતૃદોષથી પણ મુક્તિ મળશે. તેની સાથે જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે અને પરિવારના તમામ સભ્યોની પ્રગતિ થશે.
- આર્થિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે ચંદ્રોદય પછી ચંદ્રને દૂધ અર્પણ કરતી વખતે ॐ स्रां स्रीं स्रौं स: चन्द्रमसे नम: મંત્રનો જાપ કરતા રહો. આમ કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે.
આ પણ વાંચોઃ 29 સપ્ટેમ્બર 2023: કુંભ રાશિના જાતકોને આજે સામાજીક સન્માન મળશે ,જાણો તમારું આજનું રાશિફળ