તુલસી વિવાહ પર લાગશે ભદ્રાઃ જાણો ક્યારે કરશો પૂજા
- જે વ્યક્તિના ઘરમાં દિકરી ન હોય તેણે જીવનમાં એક વખત તુલસી વિવાહ કરીને કન્યાદાનનું સુખ મેળવી લેવું જોઈએ. જો તમે પણ આ દિવસે વ્રત કરી રહ્યા હો તો તુલસી વિવાહ વ્રતની કથા જરૂર વાંચજો.
કાર્તિક શુક્લ પક્ષની એકાદશી તિથિના રોજ રાતે તુલસી પૂજા અને વિવાહનો ઉત્સવ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ તુલસીના વિવાહ ભગવાન વિષ્ણુ સાથે ભાવ પૂર્વક કરે છે તેના પૂર્વ જન્મના પાપ પણ સમાપ્ત થઈ જાય છે. આ કારણથી દેવઉઠી એકાદશીના દિવસે વિધિ વિધાન પૂર્વક ઢોલનગારા સાથે મંડપને સજાવીને આ પરંપરા સંપન્ન કરવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે જે દંપતિઓને કોઈ સંતાન ન હોય તે જો ભાવ પૂર્વક તુલસી વિવાહ કરાવે તો તેમના ઘરે સંતાન પ્રાપ્તિ થાય છે.
જે વ્યક્તિના ઘરમાં દિકરી ન હોય તેણે જીવનમાં એક વખત તુલસી વિવાહ કરીને કન્યાદાનનું સુખ મેળવી લેવું જોઈએ. જો તમે પણ આ દિવસે વ્રત કરી રહ્યા હો તો તુલસી વિવાહ વ્રતની કથા જરૂર વાંચજો. આ દિવસે તુલસી અને શાલિગ્રામના લગ્નની પરંપરા અનંતકાળથી ચાલી આવે છે. આ લગ્નનું શાસ્ત્રોમાં પણ મહત્ત્વ જણાવાયું છે.
તુલસી વિવાહ પર ભદ્રાનો સાયો
એકાદશી તિથિનો આરંભ 22 નવેમ્બર બુધવારની રાતે 10.34 વાગ્યાથી થશે તે 23 નવેમ્બર અને ગુરુવારની રાતે 8.21 વાગ્યા સુધી રહેશે. સુર્યોદયની સાથે પ્રાપ્ત થતી એકાદશી તિથિ રાતે 8.21 સુધી રહેશે. આ દિવસે ભદ્રા દિવસે 9.28 વાગે લાગશે. તે રાતે 8.21 સુધી રહેશે એટલે તુલસી વિવાહ તે સમય દરમિયાન કરવામાં નહીં આવે. તુલસી શાલીગ્રામના વિવાહનો ઉત્સવ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે મનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ અગિયારસે તુલસી વિવાહ કરાય છે તો મોટાભાગની જગ્યાએ વિવાહ બારસ એટલે કે બારસના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. ખરેખર તો આ વિવાહ ઉત્સવનો અગિયારસથી આરંભ થઈને પૂર્ણિમા સુધી ચાલે છે.
આ રીતે કરો તુલસી વિવાહ
એક બાજુ પર તુલસીનો છોડ અને બીજી બાજુએ શાલિગ્રામ લગાવો. તેમની બાજુમાં પાણીથી ભરેલો એક કળશ મૂકો અને તેના પર આંબાના પાંચ પાન મૂકો. તુલસીના વાસણમાં ગેરુ લગાવો અને ઘીનો દીવો પ્રગટાવો. તુલસી અને શાલિગ્રામ પર ગંગાજળ છાંટીને ચંદન તિલક લગાવો. શેરડી વડે મંડપ બાંધો. તુલસીજીને લાલ ચૂંદડીથી શણગારો. આ પછી શાલિગ્રામને હાથમાં લઈને તુલસીની સાત વાર પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ પછી આરતી કરો. તુલસી વિવાહ પૂર્ણ થયા બાદ તમામ લોકોને પ્રસાદ વહેંચો. પ્રસાદમાં શેરડી, ફળ અને સૂકો મેવો કે મીઠાઈ રાખી શકાય.
આ પણ વાંચોઃ તુલસી વિવાહ પર બની રહ્યા છે 3 શુભ સંયોગઃ લગ્ન જીવનમાં આવશે ખુશીઓ