વિકૃતિની તમામ હદ પાર, મૂંગા પ્રાણી પર આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના થરાદમાં વિકૃત માનસિકતા ધરાવતા યુવક સામે ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાઇ છે. આ યુવક ભારત માલા રોડનું કામ કરતી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરનાર યુવક સામે થરાદમાં લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.
રાજસ્થાનના યુવક સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠા જિલ્લાના થરાદના પાસે ભારત માલા રોડનું કામ ચાલી રહ્યું છે. જેનું કામ કરતી ખાનગી કંપનીમાં રાજસ્થાનના બ્યાવર ગામનો સબુદિન બુધાખાન પઠાણ (મુસલમાન) આ કંપનીમાં વેલ્ડીંગનું કામ કરે છે. જે ગત શનિવારે કંપનીના ખુલ્લા મેદાનમાં બેઠેલી ગાયને ઉઠાડી ગાડીઓની પાછળ લઈ ગયો હતો. અને ગાડીનું એર ફિલ્ટર પણ સાથે લઈ ગયો હતો. ત્યારે મેદાનમાં સૂતેલા કંપનીના અન્ય એક કર્મચારી અનવર ફિરોજખાન અબ્બાસને શંકા ગઈ હતી. જેથી તે પણ તેની પાછળ ગયા હતા. ત્યારે સબુદિન ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. પરંતુ અવાજ થતા તે પોતાની જગ્યાએ જઈ સુઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ કનાજી બેચરાજી રાજપૂતે ગૌ શાળામાં ગાયોમાં આવેલા લમ્પી વાયરસની સેવા કરતા સાગરકુમાર પી. વ્યાસને કરતા તેમણે કેમ્પસમાં જઈને અનવર ખાનને પૂછતા સમગ્ર હકીકત સામે આવી હતી. અને ત્યાંના સીસીટીવી કેમેરાની તપાસ કરતા આ ઘટના સાચી હોવાની જણાઈ હતી. જેથી સાગરકુમાર વ્યાસે સબુદ્દીન બુધાખાન પઠાણ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ શરમજનક ઘટનાને લઈને સબુદિન સામે જીવદયા પ્રેમીઓ ફિટકાર વરસાવી રહ્યા છે.