અમદાવાદ શહેરમાં મોબાઇલ ચોરોથી સાવધાન, 3 માસમાં 1 હજાર મોબાઈલ ફોન ચોરાયા
- સાયબર ક્રાઇમે વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવી
- સાયબર ક્રાઇમ માત્ર રૂ. 9.20 લાખના 92 મોબાઇલ જ રીકવર કરી શકી
- દરરોજ સરેરાશ 15થી વધુ મોબાઇલ ફોન ચોરી અને ગુમ થવાની ઘટનાઓ
અમદાવાદ શહેરમાં મોબાઇલ ચોરોથી સાવધાન રહેજો. જેમાં 3 માસમાં 1 હજાર મોબાઈલ ફોન ચોરાયા છે. તેમાં માત્ર 92 જ ફોન સાઇબર ક્રાઈમે પરત કર્યાં છે. દરરોજ સરેરાશ 15થી વધુ મોબાઇલની ચોરી અને ગુમ થાય છે. હાલમાં પોલીસે આની પાછળ કઇ ગેંગ સંકળાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, જાણો સૌથી ગરમ શહેરનું તાપમાન
સાયબર ક્રાઇમ માત્ર રૂ. 9.20 લાખના 92 મોબાઇલ જ રીકવર કરી શકી
શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી ત્રણ મહિનામાં કુલ 1000 જેટલા મોબાઇલ ફોન ચોરી અને ગુમ થયાની ફરિયાદો વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોધાઇ હતી. ત્યારે ટેકનિકલ એનાલિસિસ કરીને સાયબર ક્રાઇમ માત્ર રૂ. 9.20 લાખના 92 મોબાઇલ જ રીકવર કરી શકી છે. ત્યારે બીજા મોબાઇલ અંગે તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસે તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ રિકવર કરેલ મોબાઇલ માલિકોને પરત કર્યા હતા. હાલમાં પોલીસે આની પાછળ કઇ ગેંગ સંકળાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમે વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવી
શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજે રોજ અનેક મોબાઇલ ચોરી અને ગુમ થવાની ઘટના બનતી હોય છે. સાયબર ક્રાઇમે વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવી હતી. જેમાંથી સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલીસીસના આધારે 92 મોબાઇલ રિકવર કર્યા હતા. તેમજ પોલીસે તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ રિકવર કરેલા મોબાઇલ ફોન માલિકોનો સંપર્ક કરીને પરત કર્યા હતા. મોટા ભાગના મોબાઇલ જેમની પાસેથી મળી આવ્યા તેમાં મુખ્ય કારણ મેડિકલ ઇમરજન્સીના નામે મોબાઇલ વેચી નાખતો હોવાનું સામે આવ્યુ છે. એટલે ચોર ચોરી કર્યા બાદ ગરીબી જેવા બહાના બતાવીને મોબાઇલ વેચી નાખે છે. ત્યારે શહેરમાં દરરોજ સરેરાશ 15થી વધુ મોબાઇલ ફોન ચોરી અને ગુમ થવાની ઘટનાઓ બને છે. હાલમાં આ અંગે સાઇબર ક્રાઇમે આની પાછળ કઇ મોબાઇલચોરી ગેંગ સક્રિય છે તે અંગે તપાસ શરૂ કરી છે.