ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીવિશેષ

રેલવેની નકલી એપથી રહો સાવધાન: આ એપ કરી નાંખશે તમારું બેંક એકાઉન્ટ ખાલી

  • નકલી શોપિંગ વેબસાઇટ્સથી પણ સાવધ રહો

HD ન્યૂઝ ડેસ્ક, 28 સપ્ટેમ્બરરેલવે સહિતની નકલી એપથી સાવધાન રહેવાની જરૂર છે. RCTC મોબાઇલ એપ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવા માટે સાયબર ઠગોએ આ એપ પણ છોડી નથી. જો તમારી પાસે પણ IRCTCના નામ પર રિફંડ મેળવવા માટે કોઈ લિંક ઓપન કરવા માટે કહેવામાં આવે છે કે એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે તો સાવધાન થઈ જાઓ. હોઈ શકે છે કે આ ફ્રોડની નવી રીત હોય અને તમારુ ખાતું ખાલી થઈ જશે. ક્વિક હીલ ટેક્નોલોજીએ સાયબર જોખમો અંગે એક એડવાઈઝરી જારી કરી છે જેના દ્વારા હેકર્સ યુઝર્સને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. નકલી IRCTC એપ અને નકલી શોપિંગ વેબસાઇટ્સ દ્વારા કૌભાંડો આમાંથી એક છે.

IRCTC મોબાઇલ એપ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવા માટે સાયબર ઠગોએ આ એપ પણ છોડી નથી. ભારતમાં ટ્રેન ટિકિટ બુક કરવા માટે મુસાફરો IRCTC મોબાઇલ એપનો ઉપયોગ કરે છે. જો કે, તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે સાયબર ઠગો IRCTC ની ફેક એપ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. સાયબર સિક્યોરિટી અંગે નિયમિત ચેતવણી આપનાર ક્વિક હીલ ટેક્નોલૉજીએ આ અંગે એક એડવાઈઝરી જારી કરી છે.

નકલી IRCTC એપથી સાવધ રહો

ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ દેશભરમાં સક્રિય છે અને તેઓ વિવિધ રીતે લોકોને નિશાન બનાવી રહ્યા છે. સાયબર સુરક્ષા સંશોધકોએ એક ઉચ્ચ તકનીકી સ્પાયવેરની ઓળખ કરી છે જે સત્તાવાર IRCTC એપ્લિકેશનની નકલ કરે છે. આ નકલી એપ યૂઝરના ફેસબુક અને ગૂગલ એકાઉન્ટના યુઝરનેમ અને પાસવર્ડ ચોરી લે છે, જેથી હેકર્સ ગૂગલ ઓથેન્ટિકેટરના કોડને સરળતાથી એક્સેસ કરી શકે. આ ઉપરાંત તે યુઝરના જીપીએસ અને નેટવર્ક લોકેશનની વિગતો પણ હેકરને આપે છે. આ એપ યુઝરની બેંકિંગ વિગતો પણ ચોરી શકે છે. આ માલવેરની મદદથી હેકર્સ યુઝરના ફોનના કેમેરામાંથી વીડિયો રેકોર્ડ કરીને તેને ગમે ત્યાં મોકલી શકે છે. આ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્સનો ડેટા કલેક્ટ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને મોકલે છે.

નકલી શોપિંગ વેબસાઇટ્સથી બચો

આજનો યુગ ઓનલાઈન શોપિંગનો યુગ છે, તેથી જ ઓનલાઈન શોપિંગ ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે.  હેકર્સ માટે તહેવારોની સિઝન પણ ખૂબ જ ખાસ હોય છે. આમાં હેકર્સ વાસ્તવિક શોપિંગ વેબસાઇટ્સ જેવી નકલી વેબસાઇટ્સ બનાવીને ઓનલાઈન ખરીદી કરનારાઓ સાથે છેતરપિંડી કરે છે. આ વેબસાઈટનાં નામો મૂળ વેબસાઈટ્સ સાથે ખૂબ જ મળતા આવે છે. સાયબર અપરાધીઓ ટૂંકા URL નો ઉપયોગ કરે છે જેથી વપરાશકર્તાઓ વાસ્તવિક અને નકલી વેબસાઇટને ઓળખી ન શકે. છેતરપિંડી કરનારાઓ વોટ્સએપ, એસએમએસ અને ઈમેલ પર આ નકલી વેબસાઈટની નકલી ઑફર લિંક્સ મોકલીને વપરાશકર્તાઓને ફસાવે છે. આ લિંક્સમાં વપરાશકર્તાઓને વ્યક્તિગત વિગતો દાખલ કરવા અને સંપર્કો, સંદેશાઓ અને કૉલ રેકોર્ડ્સને ઍક્સેસ કરવાની પરવાનગી આપવા માટે કહેવામાં આવે છે. હેકર્સ યૂઝર્સને નકલી વેબસાઈટ દ્વારા છેતરપિંડી કરવા માટે ‘સ્પેશિયલ દિવાળી ગિફ્ટ’ જેવી ઘણી આકર્ષક ઑફર્સ આપે છે. QR કોડ ફિશિંગ સ્કેમ આજકાલ એકદમ ટ્રેન્ડમાં છે. સાઈબર ક્રિમીનલ યુઝર્સને ટેક્સ્ટ મેસેજ, સોશિયલ મીડિયા એપ ઈમેલ દ્વારા QR કોડ મોકલે છે. જે વ્યક્તિ આ કોડ પર સ્કેન કરશે તેઓ આપોઆપ ફેક વેબસાઈટ પર રીડાયરેક્ટ થશે, જે દેખાવમાં તો વાસ્તવિક લાગે છે. પરંતુ વાસ્તવમાં તે ફ્રોડ હોવાથી યુઝર્સના પર્સનલ ડેટા ઉપરાંત ફાઈનેશિયલ ડેટા, જેમ કે બેંક ડિટેલ અને નેટવર્ક પાસવર્ડ ચોરી લે છે.

આ પણ વાંચો…પિતાની અમૂલ્ય ભેટ: ભંગાર વેચીને મજૂરે દીકરાને આઇફોન કર્યો ગિફ્ટ

Back to top button