નકલી જીરુથી ચેતજો ! ઊંઝામાં કેમિકલ પ્રોસેસથી બનાવાતું જીવલેણ જીરુનું ગોડાઉન ઝડપાયું
મહેસાણાના ઊંઝાના દાસજ પાસેથી નકલી જીરુનું ગોડાઉન ઝડપાયું છે. ઊંઝાના દાસજ ગામમાંથી 3 હજાર કિલોથી વધુ નકલી જીરુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ નકલી જીરુ વરિયાળી ઉપર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવીને બનાવવામા આવતું હોવાનું સામે આવ્યું છે.
નકલી જીરુનું ગોડાઉન ઝડપાયું
મહેસાણાના ઊંઝાના દાસજ ગામમાંથી નકલી જીરુનું ગોડાઉન ઝડપાયુ છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દાસજ ગામમાં આવેલ મંગલમૂર્તિ ગોડાઉનમાં દરોડો પાડવામા આવ્યો હતો. જેમા 48 બોરી મળીને 3 હજાર કિલો 360 કિલો નક્લી જીરુ મળી આવતા તમામ જથ્થાને જપ્ત કરવામા આવ્યો હતો. અને જપ્ત કરાયેલ આ જથ્થામાંથી સેમ્પલ લઈ લેબમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. ત્યારે વરિયાળી ઉપર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવીને આ નક્લી જીરુ બનાવતા બનાવતા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. આ ગોડાઉન જય દશરથભાઈ પટેલ નામના વ્યક્તિના નામે હોવાનું જાણવા મળ્યું છે.
આ રીતે બનતુ હતુ નકલી જીરુ
ફૂડ અધિકારી વિપુલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે અહી વરિયાળીના ભુસા ઉપર કેમિકલ પ્રોસેસ કરી સિમેન્ટ અને ગોળનો ઢોળ ચઢાવીને તેને અસલી જીરા જેવું બનાવવામાં આવતુ હતું. જેથી ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાં પથરાયેલ રૂ.5.04 લાખની કિંમતના 48 કોથળા 3360 કિલો બનાવટી જીરુનો જથ્થો જપ્ત કર્યો હતો. અને સેમ્પલ માટે લેવાયેલ જીરાનો રિપોર્ટ આવતા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ગોડાઉન માલિક જય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ક્રિકેટ રમતી વખતે વધુ એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, 45 વર્ષીય વ્યક્તિએ ગ્રાઉન્ડ પર દમ તોડ્યો