

- મત્સ્ય વિભાગે ગેરકાયદેસર માછલી સંવર્ધન ફાર્મ પર દરોડો પડ્યો
- સરકાર દ્વારા પ્રતિબંધિત થાઈ માછલીના સેવનથી કેન્સર થાવની શક્યતા
- પોલીસે કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર બંગાળી સહિત 2 લોકોની ધરપકડ
મહારાષ્ટ્ર મુંબઈ નજીક આવેલા થાણેમાં મત્સ્ય વિભાગે માછલી સંવર્ધન ફાર્મ દરોડો પાડીને ગેરકાયદેસર 3,000 કિલો પ્રતિબંધિત થાઈ માછલી જપ્ત કરી છે બીજી તરફ પોલીસે પ્રતિબંધિત થાઈ માછલીનું સંવર્ધન કરનારાઓ વિરુદ્ધ FIR નોંધી છે. તમને જણાવી દઈએ કે આ થાઈ માછલીના સેવનથી કેન્સરનો ખતરો અનેકગણો વધી જાય છે. જેના કારણે સરકાર દ્વારા ભારતમાં થાઈ માછલી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસે આ ગેરકાયદે માછલી ઉછેર કરનાર મુખ્ય સૂત્રધાર બંગાળી વ્યક્તિ સહિત વધુ 2ની ધરપકડ કરી છે તેમજ આગળની કાર્યવાહી ચાલુ છે.
થાઈ માછલીઓનો ગેરકાયદેસર રીતે ઉછેર
મુંબઈને નજીક આવેલ થાણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થાણે કલેક્ટરને ફરિયાદ મળી હતી કે પડઘા વિસ્તારમાં એક મોટા તળાવમાં થાઈ માછલીઓ ગેરકાયદેસર રીતે ઉછેરવામાં આવે છે. જે બાદમાં બજારમાં વેચાય છે. આ પ્રતિબંધિત થાઈ માછલીથી કેન્સરની શક્યતા વધી જાય છે.
મત્સ્ય વિભાગે દરોડા પાડી ઘણા ગેરકાયદેસર મત્સ્ય ઉછેર મળી આવ્યા
થાણેમાં કલેક્ટરને ફરિયાદ મળ્યા બાદ, ગંભીરતા દાખવી તેમણે મત્સ્યોદ્યોગ કમિશનરને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો અને પોલીસ ટીમે મત્સ્ય વિભાગ સાથે મળીને પડઘા પર દરોડા પાડ્યા હતા અને આ થાઈ માછલીઓ જ્યાં ઉછેરવામાં આવતી હતી ત્યાં ઘણા ગેરકાયદેસર માછીમારીના સ્થળો મળી આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મુખ્ય સૂત્રધાર બંગાળી સહિત 2 લોકોની ધરપકડ
થાણેમાં પોલીસને આવા ગેરકાયદે ફિશિંગ સ્પોટ મળી આવ્યા હતા જ્યાં આ થાઈ માછલીઓ ઉછેરવામાં આવી રહી હતી. પોલીસે આ કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે આ માછલી ખાવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીનો ખતરો વધી જાય છે. આ કારણોસર ભારતમાં આ માછલી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતમાં સાઉથ અને ભારતના અનેક રાજ્યોમાં માછલી ખાવાની સંખ્યા ઘણી વધારે છે, ત્યારે આ પ્રકારની માછલીઓનું તેઓ સેવન કરે તો તેમનામાં કેન્સર જેવી જીવલેણ બીમારીનો ખતરો વધી જાય છે.