ગુજરાતટ્રેન્ડિંગ

ચાઈનીઝ દોરીથી સાવધાન! સુરતમાં પતંગની દોરીથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો

Text To Speech
  • રેલવે ઓવરબ્રિજ પર પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું
  • ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
  • સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે

રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઘાતક બની રહી છે. સુરતમાં વધુ એક પતંગની દોરીથ ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પર પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું હતું.

સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું

ઉલ્લેખનીય છે કે સુરતના ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પરથી 37 વર્ષીય શૈલેષ વસાવા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પતંગની દોરીથી તેમનું ગળું કપાયું હતું. પરંતુ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતી વેળાએ રસ્તામાં જ મૃત્યુ નિપજ્યું હતું. સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે.

સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

જાહેરનામામાં આગામી 16મી જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તહેવારમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા રોક લગાવી દીધી છે. તેમ છતા ચાઇનીઝ દોરીથી મોતની આ બીજી ઘટના શહેરમાં બની છે.

આ પણ વાંચો: ગુજરાત: દંપતિએ મહિલાઓને સારા વળતરની લાલચ આપી રૂ.1 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું

Back to top button