- રિયલ પેપરિકામાં બર્ગરમાંથી ઈયળ નીકળી હતી
- બ્રિટિશ પિત્ઝાને નોટિસ ફટકારવામાં આવી
- રિયલ પેપરિકાને રૂ. 10,000 અને બ્રિટિશ પિત્ઝાને રૂ. 15,000નો દંડ
અમદાવાદમાં બહારના પિત્ઝા ખાતા હોય તો સાવધાન. જેમાં જાણીતી બ્રાન્ડમાં અખાદ્ય ચીજવસ્તુઓનો વેપલો શરૂ થયો છે. તેમાં રિયલ પેપરિકાને રૂ. 10,000 અને બ્રિટિશ પિત્ઝાને રૂ. 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાં બ્રિટિશ પિત્ઝામાંથી સીંગ સલાડના બે સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત: ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે હવે ખેડૂતોએ મોરચો માંડયો
બ્રિટિશ પિત્ઝાને નોટિસ ફટકારવામાં આવી
વસ્ત્રાલમાં આવેલ બ્રિટિશ પિત્ઝાને નોટિસ ફટકારવામાં આવી છે. તથા રિયલ પેપરિકામાં બર્ગરમાંથી ઈયળ નીકળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા ન્યુ રાણિપમાં આવેલ એસ.આર.એન્ટરપ્રાઈઝ (રીયલ પેપરિકા) અને વસ્ત્રાલમાં આવેલ શ્રી કપિસ એન્ટરપ્રાઈઝ (બ્રિટિશ પીઝા)ને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી કુલ રૂ. 25,000નો દંડ વસૂલ કરાયો છે.
આ પણ વાંચો : ગુજરાતના આ શહેરોમાં આજે છે કમોસમી વરસાદની આગાહી
લાયસન્સ વિના ખાદ્ય ચીજવસ્તુઓનો ધંધો કરતા એકમો સીલ કરાશે
ન્યુ રાણિપમાં દુકાન નં.-1, આર્યમાન ફ્લેટ, આર્યવિલા સામે આવેલ રિયલ પેપરિકામાં પીરસાયેલા બર્ગરમાંથી ઈયળ નીકળતાં ગ્રાહકે કરેલી ફરિયાદને આધારે એસ.આર.એન્ટરપ્રાઈઝ (રીયલ પેપરિકા)માંથી બર્ગરના બે સેમ્પલ લેવામાં આવ્યા છે અને રૂ. 10,000નો દંડ વસૂલ કરીને તેને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે વસ્ત્રાલમાં સત્વ માંગલ્ય કોમ્પ્લેક્સ, એસપી રિંગ રોડ પરના શ્રી કપિસ એન્ટરપ્રાઈઝ (બ્રિટિશ પિઝા)માં પીરસવામાં આવેલ સિંગ સલાડમાંથી ઈયળ નીકળવા અંગેની ફરિયાદને આધારે બ્રિટિશ પિત્ઝામાંથી સીંગ સલાડના બે સેમ્પલ લેવામાં આવ્યા છે અને રૂ. 15,000નો દંડ વસૂલ કરીને તેને નોટિસ ફટકારવામાં આવી છે.
સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા
આ બંન્ને એકમોમાંથી લેવામાં આવેલા સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં શહેરના હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના એકમોમાં સઘન ચેકિંગ કરીને ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવશે અને રજિસ્ટ્રેશન, લાયસન્સ વિના ખાદ્ય ચીજવસ્તુઓનો ધંધો કરતા એકમો સીલ કરાશે.