ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદીઓ સાચવજો, કોરોના ધીમે ધીમે આગળ વધ્યો

Text To Speech
  • 4 પુરૂષ અને 5 મહિલા કોરોનાના રિપોર્ટ પોઝિટિવ
  • કોરોનાના 500 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
  • અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 59 પહોંચી

કોરોના કેસની સંખ્યામાં ફી એકવાર વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં કોરોના કેસની સંખ્યા જોવા મળી રહી છે. જેમા આજે નોંધાયેલા નવા કેસમાં નવરંગપુરા, થલતેજ,બોડકદેવ, જોધપુરમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા છે.

આજે અમદાવાદમાં ફરી કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે. જેમાં 4 પુરૂષ અને 5 મહિલા કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જો કે આ તમામની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જાપાન, ઓસ્ટ્રેલિયા, કેરળ, અમેરિકાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે.

આ પણ વાંચો : વાયબ્રન્ટ પહેલાં અમદાવાદ-ગાંધીનરમાં વરસાદે વધારી તંત્રની ચિંતા

હાલ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59 પહોંચી છે. આ સાથે જ બે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની વિગતો સામે આવી રહી છે. તેમજ આજે વધુ 7 દર્દીને કોરોનામાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે.

શુક્રવારે અમદાવાદમાં કોરોનાના 500 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેસ 10થી ઓછા આવી રહ્યા છે. જેમાં એક દિવસમાં સાત કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 1 પુરૂષ અને 6 મહિલા છે. જ્યારે ગઈકાલે આઠને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, બે હોસ્પિટલાઈઝ છે જ્યારે 55 હોમ આઇસોલેશન હેઠળ હતા.

Back to top button