ગુજરાત

પેપર લિક વચ્ચે, હવે આ પોસ્ટ પર કાતર ચલાવશે સરકાર!

Text To Speech

ગુજરાત સરકારની કામગીરી હવે મુખ્યત્વે ઓનલાઈન થઈ રહી છે ત્યારે તેની સીધી અસર હવે વર્ગ-4 ના કર્મચારીઓ પર પડે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

મળતી માહિતી મુજબ સરકાર હવે વર્ગ-4 માં કામ કરતાં સેવકોની નવી ભરતીમાં કાપ મૂકી શકે છે, આનું કારણ આપતા સરકારનું કહેવું છે કે સરકારના તમામ કામ હવે ઓનલાઈન થઈ ગયા છે એટલે હવે સેવકોની એટલી જરૂર રહેતી નથી. ઓફિસ ખોલવા બંધ કરવા કે ચા પાણી લાવવા માટે તેમની નિયુકતી કરવાની હવે જરું છે નહિ ત્યારે હવે સરકાર આ ભરતીમાં કાપ મૂકે તેવું દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો : પેપર લીક મામલે હાર્દિકનું સૌથી મોટું નિવેદન, જાણો શું કહ્યું
gujarat - Humdekhengenewsવધુમાં સરકારનું માનવું છે છે કે હવે લગભગ બધી સરકારી કામગીરી ડિજિટલ થઈ ગયું છે ત્યારે ફાઇલ પહોંચાડવા કે અન્ય કોઈ કાગળ માટે હવે સેવકની જરૂરિયાત રહેતી નથી એટલે આઉટસોર્સિંગથી થતી વર્ગ-3 અને વર્ગ-4 ની ભરતીમાં હવે સરકાર કાપ મૂકે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને આગામી સમયમાં સેવક, લીફટમેન અને ડ્રાઈવર જેવી ભરતીમાં કાપ જોવા મળશે.

આ પણ વાંચો : પેપર લીક મુદ્દે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન, ભાજપ ગાઢ નિંદ્રામાં
gujarat - Humdekhengenewsઉલ્લેખનીય છે કે દરેક વિભાગ અને વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓને વિભાગ દીઠ સેવક અને અધિકારી દીઠ સેવક મળતા હોય છે ત્યારે સરકાર ખર્ચનું ભારણ ઓછું કરવાની દિશામાં આ પગલું ભરી શકે છે.

Back to top button