વિશ્વના 5 અબજ લોકોએ 16થી 24 જૂન વચ્ચે ભારે ગરમીનો અનુભવ કર્યો
- સૌથી વધુ ભારતમાં 61.9 કરોડ લોકો થયા પ્રભાવિત
- જૂનમાં ભારતમાં હીટ સ્ટ્રોકના 40,000થી વધુ કેસ નોંધાયા
નવી દિલ્હી, 29 જૂન, આ વર્ષે જળવાયુ પરિવર્તનને કારણે વિશ્વભરના લગભગ પાંચ અબજ લોકોએ જૂનમાં નવ દિવસ સુધી તીવ્ર ગરમીનો સામનો કરવો પડ્યો. આમાં ભારતમાં સૌથી વધુ 61.9 કરોડ લોકો પ્રભાવિત થયા છે. અમેરિકા સ્થિત વૈજ્ઞાનિકોના સ્વતંત્ર જૂથ ક્લાઈમેટ સેન્ટ્રલના નવા વિશ્લેષણમાં આ વાત સામે આવી છે. જૂનમાં ભારતમાં હીટ સ્ટ્રોકના 40,000થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ગરમીના કારણે 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
ક્યાં દેશમાં કેટલા કરોડ લોકો થયા પ્રભાવિત..?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 16-24 જૂન વચ્ચે 4.97 અબજ લોકોએ ભારે ગરમીનો અનુભવ કર્યો હતો. જૂન મહિનામાં ભારે ગરમીથી ભારતમાં 61.9 કરોડ, ચીનમાં 57.9 કરોડ, ઈન્ડોનેશિયામાં 23.1 કરોડ, નાઈજીરિયામાં 20.6 કરોડ, બ્રાઝિલમાં 17.6 કરોડ, બાંગ્લાદેશમાં 17.1 કરોડ, અમેરિકામાં 16.5 કરોડ અને યુરોપમાં 15.2 કરોડ, મેક્સિકોમાં 12.3 કરોડ, ઇથોપિયામાં 12.1 કરોડ અને ઇજિપ્તમાં 10.3 કરોડ લોકો પ્રભાવિત થયા હતા.
સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન 1,300 લોકોના મૃત્યુ
સાઉદી અરેબિયામાં વાર્ષિક હજ યાત્રા દરમિયાન ગરમી સંબંધિત બીમારીઓથી ઓછામાં ઓછા 1,300 લોકોના મૃત્યુ થયા છે. અહીં કેટલાક શહેરોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. ક્લાઈમેટ સેન્ટ્રલના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મક્કા શહેરમાં 18 મેથી દરરોજ વાતાવરણમાં થતા ફેરફારોને કારણે ઓછામાં ઓછું ત્રણ ગણું અને 24 મેથી પાંચ ગણું વધારે તાપમાન જોવા મળ્યું હતું.
અમેરિકામાં તાપમાન 52 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. અમેરિકાના દક્ષિણી ભાગ મેક્સિકો અને મધ્ય અમેરિકા પર જૂનની આત્યંતિક ગરમીની નોંધપાત્ર અસર થઈ હતી. મેક્સિકોમાં 21 જૂને સોનોરા રાજ્યમાં તાપમાન 52 ડિગ્રીએ પહોંચ્યું, જ્યાં 125 લોકોના મૃત્યુ થયા હતા. જૂનમાં ભારતમાં હીટ સ્ટ્રોકના 40,000થી વધુ કેસ નોંધાયાં. જૂન મહિનામાં ભારતમાં હીટ સ્ટ્રોકના 40,000થી વધુ કેસ નોંધાયા હતા. જયારે 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. રાજસ્થાનના ઘણા ભાગોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. ઇજિપ્તમાં પણ 50 ડિગ્રીની નજીક તાપમાન નોંધાયું. તાજેતરના દિવસોમાં ઇજિપ્તમાં પણ 50 ડિગ્રીની નજીક તાપમાન નોંધાયું છે. દક્ષિણ પ્રાંત અસ્વાનમાં ઓછામાં ઓછા 40 લોકોના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો..અમદાવાદમાં SG હાઇવે, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો