ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

ઈનફ્લુએન્ઝા અને કોરોના વચ્ચે શું કઈ સ્થિતિમાં કોવિડ-19 નો ટેસ્ટ કરાવવો જોઇએ?

Text To Speech

દેશભરમાં એક તરફ કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઋતુમાં થઈ રહેલા પરિવર્તનના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. ઈનફ્લુએન્ઝા (H3N2) અને વાયરલ ઈન્ફેકશનના કેસમાં પણ વધારો થયો છે. અહીં ચિંતાનો વિષય એ છે કે ઈન્ફેક્શનના લક્ષણો એક સરખા જ લાગે છે. તાવ, શરદી, ઉધરસ, માથુ દુ:ખવુ જેવા લક્ષણો આ બિમારીઓમાં જોવા મળે છે. જેમાં લોકોમાં હવે કોરોના ટેસ્ટ કરાવવો કે નહીં તેના અંગે પણ મૂંઝવણ ચાલી રહી છે.

આ પણ વાંચો : સીઝનલ ફ્લુ H3N2 કેમ આ વર્ષે ઘાતક બન્યો? શું કહે છે નિષ્ણાતો

આ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉકટર રજનિશ પટેલે જણાવ્યુ છે કે, H3N2 વાયરલ ઈન્ફેકશનના કેસ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ કરતા અર્બન સેન્ટર પર આવતા દર્દીઓની સંખ્યા વધુ છે. વાયરલ ઈન્ફેકશનમાં કોઈ એન્ટિબાયોટિક્સ દવા કામ આવતી નથી. જેમાં ટેસ્ટ કરાવવાની જરૂર પણ રહેતી નથી. જો દર્દી વાયરલ ઈન્ફેકશનથી પીડાતી હશે તો 7 દિવસમાં સારું થઈ જશે.

સીઝનલ ફ્લુ H3N2 કેમ આ વર્ષે ઘાતક બન્યો? શું કહે છે નિષ્ણાતો hum dekhenge news

તેમજ સિવિલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, એવું કહેવાય છે કે, શરદી થઈ હોય તો દવા લો તો 7 દિવસે મટે છે અને દવા ના લો તો 8 દિવસે મટે છે, એટલે આડેધડ દવા લેવી ન જોઈએ. જો લક્ષણો વધુ ગંભીર જણાય તો ડૉકટરની સલાહ લેવી જોઈએ. ડૉકટર નક્કી કરવા દો તમારે રિપોર્ટની જરૂર છે કે નહી. અને ડૉકટરની સલાહ મજુબ દવાના ડોઝ લો. પોતાની રીતે દવા લેવાનું ટાળવું જોઈએ. પોતાની ઈચ્છા પ્રમાણે ટેસ્ટ કરાવવા માટે દોડાદોડ ના કરવાની પણ સલાહ અપાય છે. આમ કરવાથી તેનો કોઈ ફાયદો થવાનો નથી અને સિસ્ટમ પર ખોટો ભાર વધશે.

આ પણ વાંચો : H3N2 વાયરસ: બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓમાં જુદા જુદા લક્ષણો… તમે પણ રહો સાવધાન…

એટલું જ નહીં ડૉકટર રજનિશ પટેલ જણાવે છે કે, વાયરલ ઈન્ફેક્શન સાથે કોરોના કેસ પણ વધી રહ્યા છે, લોકોએ સાવચેતી રાખવી ખુબ જરૂરી છે. બહાર જાવ તો માસ્ક પહેરીને જવુ, તેમજ સેનિટાઈઝર કરતા રહેવું જોઈએ. આ સાથે જો પોતાને શરદી, ઉધરસ કે તાવ છે તો દર્દીએ પોતે પણ માસ્ક પહેરી રાખવું જોઈએ. આમ કરવાથી પરિવારમાં રહેલા અન્ય સભ્યો ઈન્ફેક્શનના ચેપથી બચી શકશે. હાલના સમયમાં વુદ્ધો અને બાળકોની વિશેષ કાળજી રાખવી જોઈએ. રોગપ્રતિકાર શક્તિ વધે તે માટેના સ્વાસ્થ્ય વર્ધક ખોરાક લેવાની પણ સલાહ આપવામાં આવે છે.

Back to top button