મોડાસા ખાતે “નારી વંદન ઉત્સવ-2023” ના ભાગ રૂપે “બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ” ની ઉજવણી કરાઈ
આજરોજ અરવલ્લી જિલ્લા આરોગ્ય શાખા તેમજ ICDS શાખાના ઉપક્રમે “નારી વંદન ઉત્સવ-2023” ના ભાગ રૂપે “બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
મોડાસા ખાતે “બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ” ઉજવાયો
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ 1લી થી 7મી ઓગસ્ટ સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ થશે. તેને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા આરોગ્ય શાખા તેમજ ICDS શાખા દ્વારા દ્રિતીય દિવસને “બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ” તરીકે ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓ જેવી વિવિધ થીમ અનુરૂપ શેરી નાટક યોજવામાં આવ્યા હતા જેનો ઉદ્દેશ મહિલા સશક્તિકરણનું મહત્વ સમજાવવાનો હતો.
આ પણ વાંચો : અરવલ્લીની શાળામાં ‘કનઝંક્ટીવાઈટીસ’નો પગપેસારો, એક જ સ્કૂલના 39 બાળકોને લાગ્યો ચેપ
આ અધિકારીઓ રહ્યા હાજર
આ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશભાઈ પરમાર, icds શાખામાંથી હીનાબેન પટેલ, રમતગમત શાખા તરફથી પ્રાંત યુવા વિકાસ અધિકારી બીજલબેન પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. કેતનભાઇ તરાર, આરોગ્ય કેન્દ્રની બહેનો અને આશા બહેનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો : મોંઘવારીનો વધુ એક ડામ: રાજ્યમાં ફરી અદાણી CNGના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે