ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ
વાસ્તુશાસ્ત્રની આટલી ટિપ્સ માનશો તો તમને પણ થશે લાભ
આમ તો વાસ્તુશાસ્ત્રની રચના 5000 વર્ષ પહેલા થઈ હતી. વિશ્વકર્મા પુરાણ અને અન્ય પુરાણોમાં આનો ઉલ્લેખ છે. ત્યારે આજે અહીં તેના કેટલાક સામાન્ય નિયમો અને ચાવીઓ પ્રસ્તુત છે. જેનાથી તમે તમારા જીવનમાં શાંતિ અને ખુશાલી લાવી શકો છો.
- ઈશાન પૂર્વે કે ઉત્તર કે પશ્ચિમ દિશામાં અભ્યાસ રૂમનો દરવાજો રાખવો. ઈશાન ખૂણામાં પાણીનું માટલું રાખી શકાય.
- અગ્નિ ખૂણો, દક્ષિણ દિશા, નૈઋત્ય ખુણા તરફ મોઢું રાખી વાંચવાથી બાળક જીદ્દી બને છે.એકાગ્રતા કેળવાતી નથી. ઉત્તર કે પૂર્વ તરફ મોઢું રાખવું.
- પૂર્વ કે પશ્ચિમ દિશામાં અભ્યાસના પુસ્તકો રાખવા. નૈઋત્ય અથવા વાયવ્ય ખૂણામાં રાખવા નહીં. અભ્યાસ રૂમ નો રંગ સફેદ, ગુલાબી, લીલો કે પીળાશ પડતો રાખવાથી લાભ થશે.
- તિજોરી કે સેઈફનું બારણું ઉત્તર દિશા તરફ ખુલે તેમ રાખવું. ચંપલ, બુટ સાવરણી સુપડી કે કચરો તિજોરી થી દુર રાખવા. તિજોરી હોય તે ઓરડામાં ગણેશજી તથા લક્ષ્મીજીની મૂર્તિ રાખવી જોઈએ. તિજોરીના પાયા હલતા ના હોવા જોઈએ. તેને ઈશાન ખૂણામાં મૂકવી નહીં. કપડાં વાસણ કે અન્ન તિજોરીમાં રાખવા નહીં. તિજોરીની અંદર ભગવાનનો ફોટો મૂકવો નહીં.
- બેડરૂમ કે રસોડા ઉપર ઓવરહેડ ટાંકી રાખવી નહીં. ઓવરહેડ ટાંકી પશ્ચિમ દિશામાં દક્ષિણ બાજુ પર રાખવી સારી. ટાંકીમાં પાણી માપસરનું ભરવું. પાણી છલકાય તે અશુભ છે. ટાંકી ચોરસ કે સમચોરસ બનાવવી.
- પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ઘર પાસે વાહન પાર્ક કરવું. વાહનને અગ્નિ ખૂણામાં મૂકવાથી રીપેરીંગ ચાર્જ આવશે. પોતાના ભાગ્યાંક અનુસાર વાહનની નંબર પ્લેટ રાખવી. પૂર્વ કે ઉત્તર દિશામાં બેઝમેન્ટ હોય તો ત્યાં વાહન રાખી શકાય. વાહનને બીમ કે પીલર નીચે રાખવું નહીં. પાર્કિંગની જગ્યા નો કલર પીળો, બ્લુ કે કોઈ આછો કલર રાખો સારો.
- બાથરૂમ અને રસોડાની પાઇપલાઇન પૂર્વ અથવા ઉત્તર દિશામાંથી કાઢવી જોઈએ. પશ્ચિમ દિશામાં સંડાસની ડ્રેનેજ લાઈન રાખવી. પાઇપલાઈન તૂટેલી કે લીકેજ વાળી હશે તો અશુભ ફળ મળશે. શયનખંડ ની બાજુમાં ગટર પસાર થતી હોય તો જીવનસાથી વચ્ચે મતભેદ રહેશે. અગ્નિ ખૂણામાં ગટરનું પાણી એકત્ર થાય તો સ્ત્રીવર્ગમાં બીમારી આવશે.
- બેડરૂમનું બારણું પૂર્વ કે ઉત્તર દિશા તરફ ખુલે તેવી રીતે રાખો. બેડરૂમના દરવાજા સામે ખૂણો કે થાંભલો આવવો જોઈએ નહીં. બેડરૂમ ઇશાન ખૂણામાં ના બનાવવો. બીમ કે પિલર નીચે પથારી કરવી નહીં. બેડરૂમમાં અગ્નિ ખૂણામાં સંગીતના સાધનો રાખવા જોઈએ.
- ઘડિયાળ દક્ષિણ દિશામાં લગાવશો નહીં. બાકીની અન્ય દિશામાં ગમે ત્યાં લગાવી શકાય. વાયવ્ય દિશામાં મહેમાનોને સુવાડવાથી તેઓ વહેલા રવાના થશે. વધુ દિવસ રહી શકશે નહીં.
- રસોડાની અંદર જમવાનું ટેબલ રાખવું એ યોગ્ય છે. નીચે જમવા બેસવા માટે પશ્ચિમ દિશા સારી. જમતી વખતે મોઢું દક્ષિણ દિશા તરફ રાખવું નહીં. ડાઇનિંગ ટેબલ સ્થિર પાયાવાળું ચોરસ કે લંબચોરસ રાખવું. વોશબેસિન અગ્નિ કે નૈઋત્ય ખુણામાં રાખવું નહીં. ડાઇનિંગ ટેબલ લાકડાનું રાખવું સારું.
- પૂજા સ્થાન પર બાથરૂમ કે સંડાસ રાખવું નહીં. પૂજા કરતી વખતે મોઢું પૂર્વ દિશા તરફ રાખવું. પૂજાસ્થાન કે મંદિર ઇશાન ખૂણામાં જ ઉત્તમ છે. ઈશાન ખૂણામાં સંડાસ, રસોડું, ગટર, કચરો, જૂનો નકામો માલ-સામાન રાખવો નહીં. પૂજાસ્થાન નજીક તુલસીનો છોડ રાખવો. પૂજા રૂમ માટે કલર પીળો, ગુલાબી, સફેદ કે કેસરી રાખો જોઈએ.
- અનાજનો સ્ટોર રૂમ વાયવ્ય ખૂણામાં રાખવો જોઈએ. નકામી અન્ય ચીઝોનો સંગ્રહ માટે સ્ટોર રૂમ નૈઋત્ય કે દક્ષિણ દિશામાં બનાવવો જોઈએ. સ્ટોર રૂમમાં બહારની અજાણી વ્યક્તિને પ્રવેશવા દેવી નહીં. સ્ટોર રૂમમાં બીમાર વ્યક્તિએ પથારી કરવી નહી.
- બેઝમેન્ટને દક્ષિણ ખૂણામાં રાખવાથી વધુ લાભ થશે. વસવાટ માટે બેઝમેન્ટ બરાબર નથી. માલ- સામાન મુકાય. કાર પાર્કિંગ માટે બેઝમેન્ટ સારું. નવ ફૂટ થી વધારે ઊંચાઈનું ભોયરું સારું નથી. પૂર્વ ઉત્તર કે ઈશાનમાં રાખવું.
- સીડી બે ભાગમાં કરવી. સળંગ ના કરવી મકાનની વચ્ચે સીડી કરવી યોગ્ય નથી. સીડી નીચે સૂવું નહીં. સીડી ની ઉપર કે નીચે ધન રાખવું નહીં. ભાંગેલા તૂટેલા સીડી ના પગથિયાં જીવનમાં અસ્થિરતા લાવે તો ત્વરિત રીપેરીંગ કરાવી લેવું. ગોળાકાર દાદરા-પગથિયાં રાખવા નહીં. સીડી નીચે તિજોરી રાખવી નહીં. સીડી નીચે મંદિર કે બાથરૂમ રાખવું નહીં. સીડી નીચે જમવું નહીં. સીડી નીચે સ્ટોર રાખી શકાય.
- રસોડાને અડીને કે સામે સંડાસ કરવું નહીં. સંડાસનો દરવાજો ઓટોમેટીક રાખવો નહીં. સંડાસમાં અભરાઈ-શોકેસ રાખવો નહીં. સંડાસ માટે પશ્ચિમ કે વાયવ્ય ખૂણો સારો. વધુ જાજરૂ બનાવવાના હોય તો બેકી સંખ્યામાં બનાવવા.
- માતા પિતા જો હયાત ના હોય તો તેમનો ફોટો દક્ષિણ દિશામાં રાખો.
- ગેસ કે સગડી રસોડામાં પ્રવેશવાની સાથે જ દેખાય તેમ ના રાખવા. રસોડામાં પૂર્વ કે વાયવ્ય બારીમાં રાખવી. ફ્રીજ, ઘરઘંટી, મિક્સર અગ્નિ નૈઋત્ય અથવા પશ્ચિમમાં રાખવા જોઈએ. રસોડામાં પાણી જવાનો ઢાળ ઈશાન તરફ રાખો. રસોડાનો કલર કેસરી, ગુલાબી ,તપખીરી લાલ રાખો સારો.
- બાથરૂમમાં અથવા ઘરમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં અરીસો રાખવો. સ્નાન કરતી વખતે પૂર્વ તરફ મુખ રાખવું. બાથરૂમનો દરવાજો બેડરૂમ સામે ન હોવો જોઈએ. ગીઝર અગ્નિ ખૂણામાં રાખવું.
તમામ માહિતી વાસ્તુશાસ્ત્રી અશ્વિન ત્રિવેદી દ્વારા આપવામાં આવી છે. (+91 9824075505)