ટ્રેન્ડિંગફોટો સ્ટોરી
Waste માંથી Best : પોંડિચેરીના બે વિદ્યાર્થીઓએ કુદરતી કચરામાંથી બનાવી ફિલ્મ ‘અવતાર’ના પાત્રોની મૂર્તિઓ
હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ Avatar: The Way of Water બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે આ ફિલ્મ હિંદી ઉપરાંત તમિલ,તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષામાં પણ રિલીઝ થઈ છે, ત્યારે દરેક જગ્યાએ આનો અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે પોંડિચેરીમાં આવેલી સેલિયામેડુ સરકારી શાળાના સંતોષ અને નવનીથાક્રિશ્ન નામના બે વિદ્યાર્થીઓએ કુદરતી કચરામાંથી જેમ કે નાળિયેરના શેલ અને મંડરાના પાનનો ઉપયોગ કરી હાથ વડે અવતારના મુખ્ય પાત્રો – નેટીરી, જેક સુલી અને ગ્રેટ લિયોન્ટોપ્ટેરિક્સની મૂર્તિઓ બનાવી છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી આ મૂર્તિઓ તેમનો ડિરેક્ટર જેમ્સ કેમેરોન તેમજ તેમની ફિલ્મ અવતાર પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે.