લાઈફસ્ટાઈલ

વેસ્ટમાંથી બેસ્ટ, જાણો કેવી રીતે સિગારેટનાં ઠુઠામાંથી બને છે રમકડાં

Text To Speech

કહેવાય છે કે ‘જો ધારો તો શું ના થાય’ આ વાતને દિલ્હીના એક વેપારીએ સાર્થક કરી છે. તેમને રમકડાં બનાવવા માટે કોઈ મોંઘા મટીરિયલ નહીં પરંતુ કચરો બની ગયેલ સિગરેટનાં ઠુઠાનો ઉપયોગ કર્યો છે.

વધતી જતી કચરાની સમસ્યા અને સમાજ માટે કાંઈક કરવાની ધગશથી આજે દિલ્હીના એક બિઝનેસમેન નમન ગુપ્તાએ કચરાના એક નાના હિસ્સાનો નિકાલ કરી અને અનેક લોકોને રોજી રોટી મળી રહે તે માટે નવો આવિષ્કાર પણ કર્યો છે.

વેસ્ટમાંથી બેસ્ટ, જાણો કેવી રીતે સિગારેટનાં ઠુઠામાંથી બને છે રમકડાં- humdekhengenews

સિગારેટના પાછળના ભાગને બનાવવા માટે ફાયબરનો ઉપયોગ થયો હોય છે. આથી કેટલાક સમાજસેવીઓ આ ઉપયોગ થઈ ગયેલી સિગારેટને એકત્ર કરે છે અને જરૂરી પ્રોસેસ કરે છે. સિગરેટના ખાલી ઠુઠાને બ્લિચિંગ કરીને કેમિકલમાં ડુબાડવામાં આવે છે. ત્યારબાદ કાગળ અને પ્લાસ્ટિકને જુદા પાડવામાં આવે છે. કાગળનો કમ્પોસ્ટ પાવડર તૈયાર કરવામાં આવે છે અને ફાઈબરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના રમકડાં બનાવવામાં આવે છે.

આ પણ વાંચો : દિવાળીમાં આ ટિપ્સ ફોલો કરવાથી આરોગ્ય રહેશે તંદુરસ્ત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ભારતમાં 26.7 કરોડ એટલે કે 30 ટકા લોકો તમાકુંનું સેવન કરે છે આથી ક્યારેય કાચા માલની અછત થતી નથી અને સિગારેટનું ખાલી ઠુઠુ પર્યાવરણ ખરાબ કરતું નથી.

Back to top button