કપલ માટે બેસ્ટ ડેસ્ટીનેશન, ઓછા બજેટમાં મળશે શાનદાર સુવિધાઓ
રોજબરોજના જીવનમાં એક બ્રેક જરૂરી હોય છે. એમાં પણ ખાસ કરીને જયારે પતિ-પત્ની બંને કાર્યરત હોય ત્યારે તેઓ એકબીજાને પુરતો સમય આપી શકતા નથી. આવા સમયે તેઓ સારી રીતે એકબીજા સાથે સમય વિતાવી શકે તે માટે તેઓ કઈ જગ્યાએ ફરવા જવું એનો વિચાર કરે છે. એ પણ પાછુ બજેટ ન બગડે એ રીતે પ્લાન કરવું પડે છે. તો અહી અમે તમને તમારા બજેટમાં ફરી શકો એવી જગ્યા વિશ જણાવીશું…
બાલી
સૌથી વધુ જોવાતી ભારતીઓ માટેની ઈન્ટરનેશનલ જગ્યાઓમાંની એક છે. તેનું પહેલુ કારણ એ છે કે અહી બજેટની અંદર ફરી શકાય છે. જો તમે પણ લાંબા સમયથી બાલી ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો આ રીતે તમે તમારા બજેટમાં બાલી ફરી શકો છો. આ માટે બસ આટલું કરી લો…પહેલીથી બુકિંગ કરો
ફરવા જવા સમયે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે જેમાંથી એક છે ટુર પ્લાનિંગ. જો તમે ઈચ્છો છો કે તમારું ટુર સસ્તામાં થઈ જાય તો પહેલા ફ્લાઇટથી જોડાયેલ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે યાત્રાના થોડા દિવસ પહેલા જ ફ્લાઇટ બુક કરી દો તો તમને ટિકિટ સસ્તી પડે છે. જેટલું પાછળથી બુકિંગ કરશો એટલી ટિકિટની કિંમત વધતી જાય છે.
બાલી જવા માટે વિઝાની જરૂર પડે છે ?
ઇન્ટરનેશનલ ટ્રીપ કરવા માટે દરેક લોકોને સૌથી પહેલા વિઝાની ચિંતા હોય છે.પરંતુ બાલી એક એવી ઇન્ટરનેશનલ જગ્યા છે જ્યાં તમે 30 દિવસ માટે જવા ઇચ્છાતા હોવ તો અહી ભારતીયોને વિઝાની જરૂર પડતી નથી. બસ તમારે ઈમિગ્રેશન કાઉન્ટરથી વિઝા છૂટ સ્ટેમ્પ મેળવવાનો રહેશ. જેમાં તમારે એક રૂપિયાનો પણ ખર્ષ કરવાનો અહેશે નહિ. જો તમે 30 દિવસથી વધુ સમય માટે જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે ઈન્ડોનેશિયામાં એન્ટ્રી કરતાંની સાથે જ વિઝા ઓન આરાઇવલ માટે આવેદન કરવું પડશે.બાલીની કરન્સી
ઇન્ડોનેશિયાની કરન્સી કે આઇડિઆર છે અને તમને જાણીને ખુશી થશે કે અહિયાંના એક રૂપિયા = IDR 188 થાય છે. આમ તમે બાલીમાં રહીને ખુદને અમિર પણ સમજી શકો છો.
આ પણ વાંચો : ફરવા માટેની બેસ્ટ જગ્યા, ચરેખ અને લેન્સડાઉન!
કેટલા દિવસની ટ્રીપ કરવી જોઈએ ટ્રીપ ?
બાલીમાં રહીને ફરવાનો પૂરતો અનુભવ લેવો હોય તો તમારે એક અઠવાડિયાનો સમય લઈને જવું જોઈએ. જો તમારી પાસે આનાથી વધુ સમય છે અને બજેટ પણ છે તો બાલીથી તમે આસપાસ બીજી જગ્યા પર પણ ફરી શકો છો.બાલીમાં હોટલોની શું છે કિંમત ?
બજેટ બગાડ્યા વિના શાનદાર હોટલ કે રિસોર્ટ કે હોમ સ્ટેમાં તમે રોકાઈ શકો છો. જો તમે પૂરતું રિસર્ચ કરીને જાઓ તો ત્યાં તમે 800-1000 રૂપિયાની વચ્ચે એક રાત માટે હોટલમાં રહી શકો છો.
આ પણ વાંચો : કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ઉત્તરાખંડમાં ફસાયા
બાલીમાં ફરવા માટે સૌથી બેસ્ટ જગ્યા
સમકાલીન અને આધુનિક યુગના ખૂબ સારા મિશ્રણવાળા બાલીમાં તમને ઘણી સુંદર અને આકર્ષિત જગ્યાઓ જોવા મળશે. જેવી કે જતીલૂવ \ રાઈસ ટેરેસ, માઉન્ટ બટુર, જીમ્બરન બે, તનાહ લોટ મંદિર, નુસા પેનિડા દ્વીપ અને ઉલૂવાતુ મંદિર અગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે.