ટ્રેન્ડિંગમનોરંજન

બેશરમ રંગનો ‘પઠાણ’ ફાયદો, વિવાદથી એવું તે શું થયું ?

Text To Speech

બોલિવૂડ બાદશાહની ફિલ્મ ‘પઠાણ’ની દરેક લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જે બાદ ચાર વર્ષ પછી કિંગ ખાન એક મોટી ફિલ્મ સાથે મોટા પડદા પર કમબેક કર્યુ છે. ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. આ અપેક્ષાઓ વચ્ચે ‘પઠાણ’નું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રીલીઝ થયુ છે. ત્યારે આ સોંગ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં પણ આવી ગયું છે. તે બાદ પણ આશ્ચર્યની વાત એ છે કે એક તરફ ગીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તો બીજી તરફ, ‘બેશરમ રંગ’ તેના 100 મિલિયન વ્યુઝ પૂર્ણ કરી ચૂક્યું છે.

પઠાણ-hum dekhenge news
પઠાણ

બેશરમ રંગ થયું ટ્રેન્ડ

‘બેશરમ રંગ’ એ દરેક પર પોતાનો રંગ ફેલાવી દીધો છે. સામાન્ય જનતા હોય કે સેલેબ્સ, દરેક જણ ‘બેશરમ રંગ’ પર ઝૂમતા જોવા મળે છે. ગીત રિલીઝ થયાને લગભગ 10 દિવસ થઈ ગયા છે અને આ ગીત હજુ પણ યુટ્યુબ પર નંબર વન ટ્રેન્ડ કરી રહ્યું છે. આટલું જ નહીં તમામ વિવાદો વચ્ચે ‘બેશરમ રંગ’એ તેના 100 મિલિયન વ્યૂઝ પણ પૂરા કર્યા છે.

આ પણ વાંચો: બેશરમ રંગના વિવાદ બાદ પઠાણ ફિલ્મનું બીજું ગીત ‘ઝૂમે જો પઠાણ…’ રિલીઝ, શાહરુખે રજૂ કર્યું હતું પોસ્ટર

10 દિવસમાં તોડ્યા રેકોર્ડ

હવે જ્યારે આ બધું કહેવામાં આવ્યું છે, તો ચાલો એક વધુ મહત્વની વાત કહીએ. શાહરૂખની ફિલ્મ ‘બેશરમ રંગ’ના ગીતે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ના ગીત ‘સીટી માર’નો રેકોર્ડ તોડ્યો છે, જેને 11 દિવસમાં 100 મિલિયન વ્યૂઝ મળ્યા છે. અને ‘બેશરમ રંગ’ એ 10 દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો.

વિવાદોમાં કિંગ ખાનના ગીતને ફાયદો

ધનુષનું ‘વાય ધિસ કોલાવેરી ડી’ પહેલું હિન્દી ગીત હતું, જેણે 100 મિલિયન વ્યૂઝ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ‘વાય ધિસ કોલાવેરી દી’ અને ‘સીતી માર’ પછી હવે ‘બેશરમ રંગ’ ટુંક સમયમાં 100 મિલિયન વ્યૂઝ મેળવનાર ત્રીજું ગીત બની ગયું છે. જો આ રીતે જોવામાં આવે તો ‘પઠાણ’ સંબંધિત તમામ વિવાદોમાં કિંગ ખાનના ગીતને ફાયદો થયો. જો આમ જ રહેશે તો ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરતી જોવા મળશે.

Back to top button