ટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુની મહિલાએ નિંદ્રાધીન અવસ્થામાં જીત્યા 9 લાખ! ઊંઘવાની અનોખી સ્પર્ધા વિશે જાણો

  • બદલાતી જીવનશૈલી, કામકાજ અને સોશિયલ મીડિયાને સ્ક્રોલ કરવાની આદતે લોકોની સ્લીપ સાઇકલને અસર કરી છે

HD ન્યૂઝ ડેસ્ક, 2 ઓકટોબર: સારી રીતે કામ કરવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે, પરંતુ જો તમને માત્ર ઊંઘવાથી પૈસા મળે, છે ને રસપ્રદ. બેંગલુરુની એક મહિલાએ માત્ર નિંદ્રાધીન અવસ્થામાં 9 લાખ રૂપિયા જીતી લીધા છે. હકીકતમાં, એક સ્ટાર્ટઅપ કંપની દ્વારા આયોજિત સ્લીપ ચેમ્પિયન સ્પર્ધામાં ભાગ લઈને અને ટાઈટલ જીતીને સૈશ્વરી પાટીલે 9 લાખ રૂપિયાની કમાણી કરી છે. બદલાતી જીવનશૈલી, કામકાજ અને સોશિયલ મીડિયાને સ્ક્રોલ કરવાની આદતે લોકોની સ્લીપ સાઇકલની સાથે-સાથે ટાઈમિંગને પણ ખરાબ રીતે અસર કરી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Saishwari Patil (@saishwari.patil)

સ્લીપ ચેમ્પિયન સ્પર્ધા

વેકફિટ(Wakefit) નામની સ્ટાર્ટઅપ કંપનીએ બેંગલુરુમાં સ્લીપ ચેમ્પિયન કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. બેંગલુરુ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ બેંકર સૈશ્વરી પાટીલ ઉપરાંત, આ સ્પર્ધામાં વધુ 11 પ્રતિભાગીઓને સ્લીપ ઈન્ટર્ન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વેકફિટ સ્ટાર્ટ-અપના પ્રથમ સ્લીપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની આ ત્રીજી સીઝન છે જેનું સંચાલન સૈશ્વરી પાટીલ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જે લોકો સારી રીતે ઊંઘવા માગે છે અને કામ તેમજ અન્ય કારણોસર તેમ કરી શકતા નથી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તમામ ઇન્ટર્નને દિવસ દરમિયાન 20-મિનિટની પાવર નિદ્રા લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, ઊંઘની ગુણવત્તા સુધારવા માટે, તમામ સહભાગીઓને પ્રીમિયમ ગુણવત્તાનું ગાદલું અને કોન્ટેક્ટ-લેસ સ્લીપ ટ્રેકર પણ આપવામાં આવ્યા હતા.

કોવિડને કારણે દિનચર્યા બગડી ગઈ હતી: સૈશ્વરી પાટીલ

સૈશ્વરી પાટીલે જણાવ્યું કે કોવિડ પછી, તેની દિનચર્યા ખૂબ જ અસ્ત-વ્યક્ત થઈ ગઈ હતી અને એક ઓડિટર તરીકેની તેની ડિમાન્ડિગ  જોબને કારણે, તેણી ઊંઘના અભાવથી પીડાઈ રહી હતી. આ સ્પર્ધાએ તેને શિસ્તબદ્ધ સ્લીપર કેવી રીતે બનવું તે શીખવ્યું. સૈશ્વરીએ સ્વીકાર્યું કે, સ્પર્ધા જીતવાના તણાવ અને દબાણથી પણ  ઊંઘ પર અસર પડી શકે છે. તેણીએ કહ્યું કે, “સ્લીપ સ્કોર સુધારવાનો વિચાર તણાવપૂર્ણ હતો. તમે સારી ઊંઘ માટે કેવી રીતે તૈયારી કરો છો? ફાઇનલના દિવસે, મેં માત્ર શાંત અને હાજર રહેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.”

આ પણ જૂઓ: નવરાત્રિમાં ટ્રેડિશનલ કપડાં ભાડે લેવાનો ટ્રેન્ડ: ખેલૈયાઓ માટે નવો વિકલ્પ ઉપલબ્ધ, જાણો શેની છે ડિમાન્ડ

Back to top button