ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

બેંગલુરુ ટેસ્ટ : ન્યુઝીલેન્ડના હાથમાં સરકતી મેચ, જીત માટે મળ્યો આ ટાર્ગેટ

Text To Speech

બેંગલુરુ, 19 ઓક્ટોબર : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે.  ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે ચોથા દિવસે (19 ઓક્ટોબર) સ્ટમ્પ સુધી કોઈ પણ નુકશાન વિના 0 રન બનાવ્યા હતા. ટોમ લાથમ અને ડેવોન કોનવે ક્રિઝ પર છે.  ન્યૂઝીલેન્ડ જીતથી 107 રન પાછળ છે, જ્યારે ભારતને 10 વિકેટની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે ભારતે તેની બીજી ઈનિંગમાં 462 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય ટીમનો સ્કોર ત્રણ વિકેટે 408 રન હતો, પરંતુ સરફરાઝ ખાનના આઉટ થયા બાદ સતત વિકેટો પડતી રહી હતી. ભારતે 54 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ભારતના પ્રથમ દાવના 46 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમને 356 રનની જંગી લીડ મળી છે. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ સૌથી વધુ 134 રનની ઇનિંગ રમી હતી.

મહત્વનું છે કે, ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ શ્રેણી રમાશે. ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે.  જ્યારે ટોમ લાથમ કિવી ટીમની કમાન સંભાળી રહ્યો છે.

આ પણ વાંચો :- ગુજરાતમાં લોકરક્ષક અને PSI ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર, જૂઓ વીડિયો

Back to top button