ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુ બ્લાસ્ટનો આરોપી બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ નમાઝ પઢવા ગયો!, તસવીરો જાહેર

Text To Speech
  • NIAએ મસ્જિદ નજીકથી બેઝબોલ કેપ કબજે કરી, જે કેસમાં સામેલ શંકાસ્પદ દ્વારા પહેરવામાં આવી હતી

બેંગલુરુ, 7 માર્ચ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ગયા અઠવાડિયે બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ કરી રહી છે. વિસ્ફોટના દિવસે જ આ વિસ્ફોટના શંકાસ્પદ આરોપીની માહિતી સામે આવી હતી. NIA દ્વારા શંકાસ્પદ યુવકનો ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે અને તેના વિશે માહિતી આપનાર માટે ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન, હવે બ્લાસ્ટના સંદિગ્ધને લઈને મોટો ખુલાસો થયો છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેફેમાં બોમ્બ મૂક્યા બાદ શંકાસ્પદ તે જ વિસ્તારની એક મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો.

મસ્જિદ નજીકથી બેઝબોલ કેપ મળી આવી

NIAના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, BMTC બસમાં આવેલા શંકાસ્પદ વ્યક્તિએ કેફેમાં બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ તે જ વિસ્તારની એક મસ્જિદમાં ગયો હતો. આ મસ્જિદમાં તેણે શુક્રવારની નમાજ અદા કરી હતી અને નજીકમાં કપડાં પણ બદલી નાખ્યા. NIAએ આ મસ્જિદ નજીકથી બેઝબોલ કેપ કબજે કરી છે જે આ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા પહેરવામાં આવી હતી.

 

વિવિધ બસોમાં કરી હતી મુસાફરી

આ કેસની તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે બેલ્લારીના બસ સ્ટેન્ડ પર આ બ્લાસ્ટનો શંકાસ્પદ જોવા મળ્યો હતો. NIAની ટીમ ત્યાંના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. શકમંદ જુદી-જુદી બસોમાં મુસાફરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ શંકાસ્પદ તુમકુરુ, આંધ્રપ્રદેશના મંત્રાલયમ અને કોસ્ટલ કર્ણાટકના ગોકર્ણાની બસોમાં મુસાફરી કરતો જોવા મળ્યો છે.

NIAએ નવી તસવીરો જાહેર કરી

NIAએ બેંગલુરુમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટના શંકાસ્પદની નવી તસવીરો પણ જાહેર કરી છે. NIAએ હુમલાખોર વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. હુમલાખોર વિશે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 1 માર્ચે થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા.

આ પણ જુઓ: UPમાં 13 હજાર ગેરકાયદે મદરેસાઓ બંધ કરવાની ભલામણ, ગલ્ફ દેશોના ફંડિંગથી બનતા હોવાનો દાવો

Back to top button