ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

બંગાળી મોડેલે માંગમાં ભર્યું ટ્રેવિસ હેડના નામનું સિંદુર, વીડિયો વાયરલ

Text To Speech
  • ટ્રેવિસ હેડના ફોટો સાથે બંગાળી મોડેલના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો: બંગાળી મોડેલનો 21 નવેમ્બરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંગાળી મોડેલ વર્લ્ડ કપ 2023 ફાઈનલના પ્લેયર ઓફ ધ મેચ ટ્રેવિસ હેડ સાથે લગ્ન કરતી જોવા મળી રહી છે. તે ટ્રેવિસ હેડની તસવીર સામે રાખીને આ બંગાળી મોડલે ટ્રેવિસ હેડના નામનું સિંદુર પોતાની માંગમાં ભરી રહી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મોડલે આ વીડિયો ફની રીતે બનાવ્યો હતો પરંતુ હવે તેને સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hemoshree Bhadra (@selena.bb22)

બંગાળી મોડેલનું નામ હેમોશ્રી છે, તેણીએ આ વીડિયો વર્લ્ડ કપ ફાઈનલના બે દિવસ બાદ બનાવ્યો હતો. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં બે મહિલાઓ પણ જોવા મળી રહી છે, જેઓ બંગાળી લગ્નમાં જરૂરી ધાર્મિક વિધિઓ કરતી જોવા મળે છે. એક મહિલા શંખ વગાડી રહી છે અને બીજી ઉલુ વગાડી રહી છે. આ દરમિયાન હેમાશ્રીની પોતાની માંગમાં ટ્રેવિસ હેડના નામનું સિંદુર ભરતી જોવા મળે છે. અને સાથે સાથે તે કહે છે, ‘મેં મારા માથા પર ટ્રેવિસ હેડના નામનું સિંદુર લગાવ્યું છે. હું આ છોકરા વિશે જેટલું વધુ વિચારું છું, તેટલી વધુ મારા ચહેરા પર લાલાશ વધે છે. હું ઈચ્છું છું કે તે મારો સ્વામી બને’.

  • બંગાળી મોડલ હેમોશ્રી પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાને લેખક, મોડલ, અભિનેત્રી અને યુટ્યુબર તરીકે દર્શાવી છે, તેના 7 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર આવા ફની વીડિયો પોસ્ટ કરતી રહે છે.

વર્લ્ડ કપ ફાઇનલમાં ટ્રેવિસ હેડની તોફાની ઇનિંગઃ

ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે પોતાની તોફાની ઇનિંગથી ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. તેણે 120 બોલમાં 137 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માર્નસ લાબુશેન સાથે 192 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને આસાન જીત અપાવી હતી. આ સાથે તેણે પ્રથમ દાવમાં રોહિત શર્માનો અવિશ્વસનીય કેચ પણ લીધો હતો, જેને મેચનો ટર્નિંગ પોઈન્ટ પણ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ‘પનોતી’ શબ્દને લઈને રાજકારણ ગરમાયું, દિગ્વિજય સિંહે કહ્યું ‘મે તેનો અર્થ જાણ્યો…’

Back to top button