નેશનલ

ટ્રાન્સપોર્ટેશનના અભાવે બીમાર પિતાનું થયુ હતું અવસાન, પુત્રએ શરુ કરી મફત એમ્બ્યુલન્સની સેવા

Text To Speech

પશ્ચિમ બંગાળઃ એક પુત્રએ તેના પિતાને ગુમાવ્યા હતા કારણ કે, તેના બીમાર પિતાને પરિવહન સેવાના અભાવને કારણે સમયસર હોસ્પિટલમાં પહોંચાડી શકાયા ન હતા. આ ઘટનાથી દુખી થયા બાદ હવે આ વ્યક્તિએ જરૂરિયાતમંદો માટે ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. ઉત્તર દિનાજપુર જિલ્લાના રાયગંજ બ્લોકના વિતિહારના રહેવાસી શફીકુલ હક 2014માં તેના પિતાના અવસાન થયું હતું. તેમના પિતાના મૃત્યુનું કારણ પરિવહન સુવિધાનો અભાવ હતો.

આ દુખદ ઘટના બાદ શફીકુલે આ વિસ્તારમાં ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. આ ઘટના પછી શફીકુલને સમજાયું કે ગ્રામીણ વિસ્તારોમાં એમ્બ્યુલન્સ અને કારની ભારે અછત છે. તે જ સમયે, ટેક્સી ચાલકો મજબૂરીનો લાભ લઈ વધુ પડતા ભાડા માંગે છે, જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

શફીકુલે કહ્યું કે સામાન્ય રીતે દિવસ દરમિયાન ઘણી કાર ઉપલબ્ધ હોય છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં રાત્રે કાર ચાલતી નથી. આ માટે શફીકુલે મફતમાં એમ્બ્યુલન્સ સેવા આપવાનું શરૂ કર્યું. શફીકુલ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા સ્પષ્ટપણે કહે છે કે જો જરૂર હોય તો વિના સંકોચ ફોન કરો.  એમ્બ્યુલન્સ તમારા સુધી પહોંચશે. શફીકુલના જણાવ્યા મુજબ,  તેણે VTR ને અડીને આવેલા ઘણા ગામો અને પડોશી બિહારના એક ભાગમાં પણ આ સેવા પૂરી પાડી છે.

આ પણ વાંચોઃ 108ની એર એમ્બ્યુલન્સે 26 મિનિટમાં ભાવનગરથી સુરત પહોંચી દર્દીનો જીવ બચાવ્યો

Back to top button