ફૂડહેલ્થ

લાલ-લાલ ટામેટાંના અઢળક ગુણ, સવારે ખાવાથી વધે છે ઇમ્યુનિટી

Text To Speech

ટામેટાંનો ભોજનમાં અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. શાકભાજી, ગ્રેવીને ઘટ્ટ કરવામાં, સૂપ અને સલાડમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ટામેટાં ભોજનના સ્વાદને વધારે છે. કાચું ટામેટું સલાડ તરીકે ખાવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. એ પેટમાં રહેલા જીવાણું સામે લડે છે.

ટામેટાં પોષક તત્ત્વોનો ખજાનો છે : ટામેટાંમાં વિટામિન ઈ, લાઇકોપીન, પોટેશિયમ, બી કોમ્પ્લેક્સ સહીત અનેક પોષક તત્ત્વો હોય છે, જેનાથી કોલેસ્ટેરોલ લેવલ કંટ્રોલમાં રહે છે. વજન ઘટાડવા માટે ડાઇટિંગ કરી રહ્યા છો તો ટામેટાંનું સેવન કરવું જોઈએ.
ખાલી પેટ ટામેટાંને કઈ રીતે ખાવા જોઈએ : સવારે એકદમ ખાલી પેટ ટામેટાં ખાવા જોઈએ નહીં. એને અન્ય પ્રકારની શાકભાજી, જેમ કે લેટ્યૂસ, બીટ, કોર્ન સાથે મિક્સ કરીને સલાડની જેમ લેવું. તમે ટામેટાં સૂપ, જ્યૂસ અથવા મિક્સ વેજિટેબલ જ્યૂસ પણ ટ્રાય કરી શકો છો.
બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે : ટામેટાંના જ્યૂસમાં લાઇકોપીન, બીટા કેરોટીન અને વિટામિન-ઇ હોય છે. તે કેરોટીનોયડ એન્ટી ઓક્સિડેન્ટ જેવું કામ કરે છે, જે ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. આ સિવાય આ ન્યૂટ્રિયન્ટ્સ હાઈ બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરે છે.
વજન ઘટાડવું હોય તો ટામેટાંનું સેવન કરો : ટામેટાંનો જ્યૂસ પીને વજન ઘટાડી શકાય છે. એમાં રહેલા ફાઇબર પેટને સાફ કરે છે, જેથી પેટ સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થાય છે. જો એને ફાઇબર માટે ખાવામાં આવી રહ્યા છે તો જ્યૂસની જગ્યાએ સલાડમાં સામેલ કરવાં જોઈએ.
કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત કરે છે : કેલ્શિયમ દાંત અને હાડકાં મજબૂત કરે છે. 100 ગ્રામ ટામેટાંમાં 10 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. એને ખાવાથી હાડકાંની બીમારી ઘટે છે. એ શરીરમાં કેલ્શિયમની ખોટને દૂર કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે અસરદાર : ટામેટાંમાં નારિંગિન કમ્પાઉન્ડ હોય છે. એન્ટીડાયાબિટિક ગુણને કારણે એ લોહીમાં ગ્લુકોઝના લેવલને ઘટાડવામાં મદદ કરે છે, સાથે જ ટામેટાં જ્યૂસ લાઇકોપીન, બીટા-કેરોટીન, પોટેશિયમ, વિટામિન-સી, ફ્લેવોનોઇડ, ફોલેટ અને વિટામિન-ઈથી ભરપૂર હોય છે. આ તત્ત્વો ટાઇપ 2 ડાયાબિટીઝના ખતરાને ઘટાડે છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક હોય છે.
આંખની બીમારીઓમાં ફાયદાકારક : ટામેટાંમાં વિટામિન-સી હોય છે, જે આંખની બીમારીઓથી બચાવે છે. એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ સેલ્સને હેલ્ધી રાખે છે અને આંખના તેજને વધારે છે.
દુખાવાને દૂર કરે છે, સોજો ઘટાડે છે : ટામેટાંમાં ફ્લેવોનોઇડ્સ ભરપૂર માત્રામાં હોય છે. એ એનાલ્જેસિક એટલે દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. એમાં રહેલાં લાઇકોપીન, બીટા-કેરોટીન, વિટામિન-સી, વિટામિન-ઇ જેવા બાયો એક્ટિવ કમ્પાઉન્ડ સોજાને ઘટાડે છે.
ફોલેટથી ભરપૂર, પ્રેગ્નન્સીમાં ફાયદાકારક : ટામેટાંમાં ફોલેટ પુષ્કળ માત્રમાં હોય છે. આ તત્ત્વમાં માતાના ગર્ભમાં ઊછરી રહેલા ભ્રૂણને કરોડરજ્જુ અને દિમાગના રોગથી બચાવે છે, એટલે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે એ ફાયદાકારક છે.
વાળને મજબૂત બનાવવા માટે : ટામેટાંનો રસ વાળ માટે ફાયદાકારક છે. એમાં મળી આવતા ફ્લેવોનોઇડ્સ વાળને ખરતા અટકાવે છે. ટામેટાં વિટામિન-એથી ભરપૂર છે. એ વાળને ચમકદાર અને મજબૂત બનાવે છે.

કાકડી સાથે નહીં ખાવા જોઇએ ટામેટાં : કાકડી જલદી પચી જાય છે, ટામેટાંનાં બીજને પચાવવામાં સૌથી વધારે સમય લાગે છે. જો તમે બંને એકસાથે સલાડમાં લેશો તો પેટમાં એસિડ બનવા લાગશે, જેથી પેટ ફૂલવાની અને શરીરમાં સોજાની સમસ્યા થશે.
ટામેટાંનાં બીજ કિડની માટે નુકસાનકારક : ટામેટાંનાં બીજ કિડનીને નુકસાન પહોંચાડે છે, એનાથી પથરીની સમસ્યા થાય છે. આયુર્વેદમાં કિડની સ્ટોનના રિસ્કને જોતાં જ ટામેટાંનાં બીજ કાઢીને તેને સલાડમાં લેવાની સલાહ આપવામાં આવે છે.

Back to top button